દેશની મહિલાઓ પહેલવાનોના યૌન શૌષણના મુદ્દે દેશના પહેલવાનો અને કુસ્તી સંઘના બરખાસ્ત પ્રેસિડન્ટ બ્રિજભૂષણ સિંહ આમને-સામને આવી ગયા છે. જો કે હવે પહેલવાનોના ધરણા અને વિરોધ પ્રદર્શનોની સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે હવે બ્રિજભૂષણ સિંહ સામેના આરોપો અંગે તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે.
Oversight Committee has been formed today. Mary Kom will head the Oversight Committee. For the coming month, the committee will investigate the allegations put up by the wrestlers: Union Sports Minister Anurag Thakur pic.twitter.com/C2KkkrXXI2
— ANI (@ANI) January 23, 2023
મેરી કોમની આગેવાનીમાં 5 સભ્યોની કમિટી
Oversight Committee has been formed today. Mary Kom will head the Oversight Committee. For the coming month, the committee will investigate the allegations put up by the wrestlers: Union Sports Minister Anurag Thakur pic.twitter.com/C2KkkrXXI2
— ANI (@ANI) January 23, 2023બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ માટે ખેલ મંત્રાલય દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે એક મોનિટરિંગ કમિટિની જાહેરાત કરી હતી. પાંચ સભ્યોની આ સમિતીની આગેવાની પૂર્વ બોક્સર મેરી કોમ કરશે. પાંચ સભ્યોની કમિટીમાં ઓલિમ્પિયન કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત તૃપ્તિ મુરુગંદે, કેપ્ટન ગોપાલન, રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે. મેરી કોમની આગેવાનીવાળી ઓવરસાઈટ કમિટીને કુશ્તી સંઘનું કામકાજ સંભાળવાની પણ જવબાદરી સોંપવામાં આવી છે.
દેશના આ અગ્રણી પહેલવાનોએ કર્યો હતો વિરોધ
WFI ચીફ બ્રિજભૂષણ સિંહની સામે દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરુ કર્યાં હતા. જેમાં દેશના અગ્રણી મહિલા અને પુરૂષ પહેલવાનો જેવા કે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા, અંશુ મલિક, સંગીતા ફોગાટ અને સોનમ મલિક સહિતના 30 કુસ્તીબાજો જોડાયા હતા. વિનેશ ફોગાટનો આરોપ હતો કે બ્રિજભૂષણે મહિલાઓ પહેલવાનોનું યૌન શૌષણ કર્યું છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને તેમને બરતરફ કરવાની માગ કરી હતી.