WFIના પ્રમુખ સામે મહિલા રેસલર્સના ધરણા વચ્ચે કુસ્તી મહાસંઘે લીધો આ મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-04-24 17:33:38

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોએ ફરી એકવાર જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા છે. ત્યારે  ત્યારે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે મહત્વનો નિર્ણય લેતા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચૂંટણી આવતા મહિને 7 મી મેના રોજ યોજાવાની છે. 


WFIના પ્રમુખ સામે સુપ્રીમમાં અરજી


રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે (24 એપ્રિલ) ધરણા પર બેઠેલી મહિલા રેસલર્સે અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં વિનેશ ફોગટ સહિત 7 કુસ્તીબાજોએ સર્વોચ્ચ અદાલતને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ FIRનો આદેશ આપવાની માંગ કરી છે. મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ સુનાવણીની માંગ કરશે.


બ્રિજભૂષણ સામે પોલીસે FIR નોંધી નહીં


WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે તેમની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. હવે મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરશે. વિનેશ ફોગટ સહિત 7 ખેલાડીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 21 એપ્રિલે તેઓ FIR નોંધવા માટે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી બેઠા હતા, પરંતુ પોલીસે FIR લખી ન હતી.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે જાણીતી મહિલા રેસલરો એ વિનેશ ફોગટના નેતૃત્વમાં 18 જાન્યુઆરીએ જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ ધરણા કર્યા હતા. આ દરમિયાન તેમણે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. દેશના અન્ય કુસ્તીબાજોએ પણ ફેડરેશન પર મનમાની કરવાની વાત કરી હતી. વિનેશ ફોગટની સાથે બજરંગ પુનિયા, સંગીતા ફોગટ, સોનમ મલિક અને અંશુ મલિક જેવા કુસ્તીબાજો પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે ધરણા પર બેઠા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?