કુસ્તીબાજો શું બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શરૂ કરેલી લડાઈ આગળ વધારશે? આજે કુસ્તીબાજો લેશે નિર્ણય!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-16 13:42:00

ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનારા કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભાજપના સાંસદ પર મહિલા કુસ્તીબાજોએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. ત્યારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ છે. ગઈકાલે પોલીસે બ્રિજભૂષણ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ 15 જૂન સુધી પોતાનો વિરોધ કુસ્તીબાજોએ સ્થગિત કરી દીધો હતો. ત્યારે હવે કુસ્તીબાજો કઈ રણનીતિ સાથે આગળ વધશે તે અંગેની માહિતી સાક્ષી મલિકે આપી છે.

   

અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત! 

કુસ્તીબાજો વિરૂદ્ધ બ્રિજભૂષણ શરણસિંહ કેસમાં દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા પર કુસ્તીબાજો બેઠા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય પાર્ટીના અનેક નેતાઓ તેમની મુલાકાત કરવા આવ્યા હતા જેમાં પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે તેઓ ત્યાંથી હટી ગયા હતા. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ધરણાને 15 જૂન સુધી સ્થગિત કર્યું હતું. સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ગઈકાલે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ યૌન શોષણના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 


સાક્ષી મલિકે આપ્યું નિવેદન!

15 જૂન બાદ કુસ્તીબાજો કઈ રણનીતિથી આગળ વધશે તે અંગે લોકોના મનમાં વિચાર હતો. ત્યારે આ મામલે સાક્ષી મલિકનું નિવેદન સામે આવ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે ચાર્જશીટથી સ્પષ્ટ થાય છે કે બ્રિજભૂષણ દોષિત છે, પરંતુ અમારા વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે જેથી અમે તેમની સામેના આરોપો વહેલી તકે જાણી શકીએ, અમે જોઈશું કે તે આરોપ વ્યાજબી છે કે નહીં. અમે બધું જોયા પછી આગળનાપગલા ભરીશું. એ પણ જોઈશું કે અમને આપેલા વચનો પૂરા થાય છે કે નહીં. સરકાર હવે આની આગળ કેવા પગલે લે છે તે બાદ અમે અમારી આગળની રણનીતિ નક્કી કરીશું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?