ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણયને પહેલવાનોએ આવકાર્યો, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-24 18:53:16

ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની જીત થતા પહેલવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંજય સિંહ ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ પછી બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું હતું. અન્ય કેટલાક કુસ્તીબાજોએ પણ આનો વિરોધ કર્યો હતો. હવે આ પછી રવિવારે ખેલ મંત્રાલયે આ મામલાની નોંધ લીધી લેતા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. હવે આ મામલે રેસલર સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ સહિતે પ્રતિક્રિયા આપી છે.


સાક્ષી મલિકે શું કહ્યું?

 

સાક્ષી મલિકે રવિવારે આ મામલે મીડિયા સાથે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, "મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી. મને ખબર નથી કે માત્ર સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે પછી સમગ્ર ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે." હા. અમારી લડાઈ સરકાર સામે ન હતી. અમારી લડાઈ મહિલા કુસ્તીબાજો માટે છે. મને બાળકોની ચિંતા છે. મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે પણ હું ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળે.


અમારી લડાઈ મહિલાઓના શોષણ સામે છેઃ વિનેશ ફોગાટ


વિનેશે સરકારના આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે તે ખેલાડીઓ માટે સારું છે. યોગ્ય વ્યક્તિ ફેડરેશનનો પ્રમુખ બનવો જોઈએ. રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદ પર એક મહિલા આવવી જોઈએ, જેથી અમે પણ રાહત અનુભવીએ કે અમારી લડાઈ, અમારા સંઘર્ષની જીતી થી. કુસ્તીબાજોનું આંદોલન રાજકીય રીતે પ્રેરિત હોવાના આરોપ પર વિનેશે કહ્યું, 'મહિલાઓનું શોષણ થયું છે. અમે તેની સામે આંદોલન કરી રહ્યા છીએ. આમાં કેવું રાજકારણ છે? વિનેશે કહ્યું, 'તમે એક સારા માણસને મહાસંઘના પ્રમુખ બનાવો, એ પછી પણ અમે કંઈક કરીશું તો તમે કહેશો કે અમે રાજનીતિ કરીએ છીએ. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અમારી લડાઈ બ્રિજભૂષણ શરણ સિંહના શોષણ સામે છે. અમે તેની સામે કોર્ટમાં લડી રહ્યા છીએ. જે દિવસે અમને ન્યાય મળશે, અમે આંદોલન પણ ખતમ કરીશું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?