ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જંતર મંતર ખાતે ધરણા કુસ્તીબાજો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો રવાના થઈ ગયા હતા. ઈન્ડિયા ગેટ ખાતે ધરણા કરવાના છે. આ મામલે અપડેટ આવી છે. બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવામાં આવ્યો હતો. પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે આરોપ લગાવાવાળી નાબાલિક હતી. પરંતુ જે માહિતી સામે આવી છે તેમાં આરોપ લગાવવાળી નાબાકિલ નથી. ત્યારે બ્રિજભૂષણ સામે લાગેલો પોસ્કો એક્ટ હટી શકે છે.
બ્રિજભૂષણ સિંહ પરથી હટી શકે પોસ્કો એક્ટ!
આ મામલે નવી અપડેટ સામે આવી છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પોસ્કોનો એક્ટ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જેણે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તે નાબાલિક નથી પરંતુ પુખ્ત વયની છે. મહત્વનું છે કે આરોપ લગાવ્યા બાદ કુસ્તીબાજો ધરણા પર બેઠા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર જે ખુલાસો થયો છે કે છોકરીએ પોતાની ઉંમર ઓછી બતાવી હતી. ત્યારે આ મામલે એવું લાગી રહ્યું છે કે નવેસરથી તપાસની શરૂઆત થાય. એક એવી પણ સંભાવના છે કે પોસ્કો એક્ટને હટાવાઈ શકે છે.
સરકારને પહેલવાનોએ આપ્યું છે પાંચ દિવસનું અલ્ટીમેટમ!
WFI પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે ઘણા દિવસોથી કુસ્તીબાજો દિલ્હી ખાતે ધરણા કરી રહ્યા છે. રવિવારે મહિલાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ નિકાળવાના હતા પરંતુ કુસ્તીબાજોની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે પહેલવાનો પહેલા જાહેરાત કરવામાં આવી કે પોતાના મેડલ ગંગામાં પધરાવી દેશે પરંતુ અંતિમ ક્ષણે આ નિર્ણય કેન્સલ કરવામાં આવ્યો હતો. સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક નેતાઓનું સમર્થન કુસ્તીબાજોને મળ્યું છે.