જંતર-મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! બ્રિજભૂષણ વિરૂદ્ધ FIR નોંધવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-26 12:40:52

દિલ્હીના જંતરમંતર ખાતે ઘણા દિવસથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા ધરણા બુધવારે પણ યથાવત જોવા મળ્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે બુધવારે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ રસ્તા પર જ કસરત કરવાની શરૂઆત કરી હતી.

 


ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા પહેલવાનો! 

ભારતનું નામ વિદેશમાં રોશન કરનાર કુસ્તીબાજો ધરણાં પર બેઠા છે. વિનેશ ફોગાટ, બબીતા ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક આ બધા ખૂબ જ  પ્રખ્યાત ભારતીય કુશ્તીબાજોના નામ છે.. કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક અનેક રમતો અને આંતર રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં તેમણે મેડલો જીતી દેશનું નામ રોશન કર્યું છે..  આ ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ છે.. પરંતુ છેલ્લા થોડાઘણા સમયથી આ પહેલવાનો ધરણાપ્રદર્શન કરી રહ્યા છે.. 


બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે તેવી માગ

ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની માગ છે કે કુશ્તી મહાસંઘ એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સતત 11 વર્ષ સુધી અધ્યક્ષ અને ભાજપ સાંસદ રહી ચુકેલા બ્રિજભૂષણ સિંહ સામે FIR નોંધવામાં આવે.. જો ઘટનાઓની વાત કરવામાં આવે તો ઝારખંડના રાંચીમાં અંડર-15 નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં  બ્રિજભૂષણસિંહે એક રેસલરને થપ્પડ મારી દીધો હતો.  તે કુસ્તીબાજ બ્રિજભૂષણની કોલેજના નામ સાથે કુસ્તીની સ્પર્ધામાં જોડાવા માગતો હતો. અને તેના માટે તે સ્ટેજ પર ચડીને બ્રિજભૂષણ જ્યાં બેઠા હતા તે બાજુ આવી રહ્યો હતો પરંતુ બ્રિજભૂષણે સ્ટેજ પર જ તે કુસ્તીબાજ પર હાથ ઉપાડી દીધો...આવા અનેક વિવાદો, બેફામ નિવેદનો અને ખેલાડીઓ સાથેની ગેરવર્તણુંક માટે બ્રિજભૂષણ શરણ સિંહ જાણીતા છે.. 


સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો કેસ!

દિલ્હીના જંતરમંતર પર પહેલવાનો જાન્યુઆરીમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા.. અંદાજે 4થી 5દિવસ પ્રદર્શન બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની સાથે વાતચીત કરી અને તપાસ કમિટિ રચવાની બાંહેધરી આપી.. ખેલાડીઓએ જાહેર કર્યુ કે જ્યાં સુધી આ મામલાનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી કોઇ કેમ્પ જોઇન નહિ કરે..આ સમગ્ર વિવાદને 3 મહિના થયા છે.. હજુસુધી આ મામલે કોઇ FIR નોંધાઇ નથી.. વિવાદની તપાસ  માટે નોંધાયેલી કમિટિ તરફથી ખેલાડીઓને કોઇ પ્રતિભાવ કે સંતોષકારક જવાબ મળ્યો નથી.. ત્યારે ખેલાડીઓએ સુપ્રીમમાં એક અરજી કરી છે..જેના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મળતી માહિતી અનુસાર એફઆઈઆર ન નોંધવાને કારણે સુપ્રીમ કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે.  


ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે કુસ્તીબાજો!

આ મામલે સુપ્રીમ શું ચૂકાદો આપે છે તેની પર તો નજર રહેશે જ પરંતુ અહીં વાત એ છે કે જે ખેલાડીઓએ રાતદિવસ મહેનત કરીને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપનાવી હોય તે જ ખેલાડીઓને તેમની સાથે થયેલા અન્યાયની વાત પહોંચાડવા ધરણાં કરવા પડી રહ્યા છે.. ચેમ્પીયનશીપમાં મેડલ જીત્યા બાદ છાતી કાઢીને ગર્વથી દેશનો ઝંડો લઇને ફરતા આપણા ખેલાડીઓ આજે રાજધાનીમાં દેશના ઉચ્ચતમ ન્યાયાલય પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?