જંતર મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! WFI અધ્યક્ષ વિરૂદ્ધ ખેલાડીઓએ ખોલ્યો છે મોરચો! જાણો શું છે લેટેસ્ટ અપડેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-03 16:27:26

છેલ્લા ઘણા દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે પરંતુ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કુસ્તીબાજોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ કુસ્તીબાજોએ પોલીસ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. ખેલાડીઓએ કહ્યું કે જો તે જંતર મંતર પર સુરક્ષિત નથી તો તે ક્યાંય પણ સુરક્ષિત નથી. તો ધરણા પ્રદર્શનને સમર્થન આપવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું. જેને લઈ વિદ્યાર્થીઓ સમર્થન આપવા પહોંચ્યા હતા. બજરંગ પૂનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી  જેમાં વિદ્યાર્થીઓનો સાથ માગ્યો છે. પહેલવાનોના સમર્થનમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે તેમને રોકી દીધા , અભદ્ર વ્યવહાર કર્યો  અને મારપીટ પણ કરી હતી.    


પોલીસ સુરક્ષા લેવાનો કુસ્તીબાજોએ કર્યો ઈન્કાર! 

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અંતરાષ્ટ્રીય સ્તરે દેશને ગોરવ અપાવનારા ખેલાડીઓ ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ સિંહ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમની માગ છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કુસ્તીબાજો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પણ પગલા લેવામાં ન આવતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસ દાખલ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ પહેલવાનોએ ધરણા યથાવત રાખ્યા છે. ખેલાડીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મળેલી પોલીસ સુરક્ષા લેવાની પણ ના પાડી દીધી છે. 

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કરી કુસ્તીબાજો સાથે મુલાકાત!

કુસ્તીબાજોએ ધરણા સ્થળને અખાડો બનાવી દીધો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યાં જ કસરત શરૂ કરી દીધી હતી. ત્યારે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા. અનેક ક્રિકેટરો તેમજ ફિલ્મ જગતના કલાકારોએ પહેલવાનોને સમર્થન આપ્યું તો બીજી બાજુ અનેક ખેલાડીઓએ આ ધરણાને સમર્થન આપ્યું ન હતું. આ બધા વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા પહોચ્યા હતા અને તેમના સમર્થન હોય તેવા નિવેદન આપી સરકાર પર પ્રહાર કર્યા હતા.    



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..