કુસ્તી સંઘના અધ્યક્ષ સામે પહેલવાનોએ ફરી મોરચો ખોલ્યો, બ્રિજ ભૂષણ સિંહ સામે કાર્યવાહીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-04-23 20:02:54

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે સામે ફરી એકવાર  પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથેના વિવાદને લઈને આજે જંતર-મંતર ખાતે રેસલર્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે ધરણ પર બેઠેલા પહેલાવાનોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.


WFI અધ્યક્ષ સામેનો તપાસ રિપોર્ટ જાહેર કરો


મીડિયા સાથે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે  WFI અધ્યક્ષ સામેના તપાસ રિપોર્ટની રાહ જોતા અઢી મહિના વીતી ગયા, અમને એ પણ ખબર નથી કે રિપોર્ટ રજુ થયો છે કે નહીં. અમને હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. હવે રિપોર્ટ બધાની સામે આવવો જોઈએ. સિસ્ટમમાં બેઠેલા લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે, લોકો અમને જુઠ્ઠા કહી રહ્યા છે, લોકો અમારી કામગીરી વિશે જુઠ્ઠું બોલી રહ્યા છે, અમે આ સહન નહીં કરીએ. આ કેસમાં બે દિવસ પણ ન લાગવા જોઈએ, છોકરી સગીર છે. આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. અમારી ફરિયાદ નાની નથી, અમે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે અને આ સત્યની લડાઈ છે અને અમે જીતીશું.


WFI અધ્યક્ષ પર આરોપ શું છે?


પહેલવાનોનો આરોપ છે કે રેસલર ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બૃજભૂષણ સિંહે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ખેલાડીઓને ગાળો પણ આપી હતી. પહેલવાનોએ કહ્યું હતું કે અમે અહીં રમવા આવ્યા છીએ, તેઓ ખાસ કરીને ખેલાડીઓ અને રાજ્યને ટાર્ગેટ કરે છે. વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પર મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેમણે કોચને લઈને પણ કહ્યું હતું કે તેઓ યૌન ઉત્પીડન કરે છે. મેં અવાજ ઉઠાવ્યો હતો. WFI અધ્યક્ષ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કરે છે. પહેલવાનોનું કહેવું છે કે તેઓ આ લડાઈ છેલ્લે સુધી લડશે.


WFI અધ્યક્ષની થઈ હતી હંગામી હકાલપટ્ટી


મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનન આરોપ સાથે કુસ્તીબાજોનું પ્રદર્શન જાન્યુઆરીમાં ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ હડતાળ પાછી ખેંચી હતી. તે સમયે બ્રિજ ભૂષણ શરણ સિંહને રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હંગામી ધોરણે હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?