28 મેના રોજ સંસદ ભવનના નવા બિલ્ડીંગનું PM મોદી કરશે ઉદ્ઘાટન, કુસ્તીબાજો યોજશે મહિલા મહાપંચાયત


  • Published By :
  • Published Date : 2023-05-23 21:42:52

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો વિરોધ એક મહિનાથી ચાલુ છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે કહ્યું કે 28 મેના રોજ નવી સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત બોલાવવામાં આવી છે. બ્રિજ ભૂષણની ધરપકડ માટે આ શાંતિપૂર્ણ પંચાયત હશે.


કુસ્તીબાજોનું કર્તવ્ય પથ પર પ્રદર્શન  


બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ માટે કુસ્તીબાજો આજે એટલે કે 23મી મેની સાંજે ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યું હતું. તેઓ મીણબત્તી (કેન્ડલ માર્ચ) પ્રગટાવીને બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, કુસ્તીબાજોના સમર્થનમાં કર્તવ્ય પથ પર કેન્ડલ માર્ચ દરમિયાન ભીડ પણ ઉમટી હતી.


PM મોદી 28 મેના રોજ નવી સંસદનું ઉદ્ઘાટન કરશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડા પ્રધાન મોદીને મળ્યા હતા અને તેમને નવનિર્મિત સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભાએ સરકારને સંસદ માટે નવી ઇમારત બાંધવા વિનંતી કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..