દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયેલા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોની પોલીસે અટકાયત કરી છે. આ પહેલવાનો પોલીસને ઘેરો તોડીને સંસદ ભવનની સામે મહાપંચાયત કરવા માટે જઈ રહ્યા હતા. જો કે આવું કરે તે પહેલા જ પોલીસે તેમને રોકી લીધા હતા. પહેલવાનોનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ સરઘસ કાઢવાના હતા અને આ અમારો અધિકાર પણ છે.
કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે અને પહેલવાનોએ એકબીજાને ધક્કા પણ માર્યા હતા. વિનેશ ફોગાટ અને તેની બહેન સંગીતા ફોગાટે બેરિકેડ તોડવાના પ્ર યાસો કર્યા હતા. પોલીસે તમામ પહેલવાનોની બળપૂર્વક અટકાયત કરી હતી અને તેમને જબરદસ્તી બસોમાં બેસાડ્યા હતા.
#WATCH कई लोग सहयोग कर रहे हैं लेकिन कुछ पुलिस के अधिकारी बदतमीजी कर रहे हैं। परिवारों को भी अंदर नहीं आने दिया जा रहा। आज महा पंचायत होगी। हमने इसकी अनुमति के लिए कल ही आवेदन दे दिया था। पुलिस हमारे लोगों को गुमराह कर रही है। हमसे कोई बातचीत नहीं हुई है: पहलवानों द्वारा आज… pic.twitter.com/zBPAskOqGx
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
મહાપંચાયત ચોક્ક્સ થશે- બજરંગ પુનિયા
#WATCH कई लोग सहयोग कर रहे हैं लेकिन कुछ पुलिस के अधिकारी बदतमीजी कर रहे हैं। परिवारों को भी अंदर नहीं आने दिया जा रहा। आज महा पंचायत होगी। हमने इसकी अनुमति के लिए कल ही आवेदन दे दिया था। पुलिस हमारे लोगों को गुमराह कर रही है। हमसे कोई बातचीत नहीं हुई है: पहलवानों द्वारा आज… pic.twitter.com/zBPAskOqGx
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે આજે મહાપંચાયત જરૂર થશે. અમે તેની મંજુરી માટે અરજી કરી હતી. પોલીસ અમરા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. પૂનિયાએ આરોપ લગાવ્યો કે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. અમે સ્વાભિમાન માટે લડી રહ્યા છિએ, પરંતુ દેશમાં લોકશાહીની હત્યા કરી રહ્યા છે. અમે વહીવટી તંત્રને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોને મુક્ત કરવાની માગ કરીએ છિએ.
હજારો પોલીસકર્મીઓ તૈનાત કરાયા
પહેલવાનો દ્વારા મહિલા સન્માન મહાપંચાયતનું આહવાન કરાયા બાદ દિલ્હી સ્થિત જંતર-મંતર પર કડક સુરક્ષા બંદોબસ્ત કર્યો હતો. હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, અનેક સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સંસદ ભવનથી લગભગ બે કિમી દુર બેસીને પ્રદર્શન કરી રહેલા પહેલવાનોનું કહેવું હતું કે અમે કોઈ પણ કિંમત પર નવા સંસદ ભવન નજીક મહાપંચાયત કરીશું જ