રેસલર્સને કપિલ દેવની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનું મળ્યું સમર્થન, ટીમે સંયુક્ત નિવેદન જાહેર કરી કુસ્તીબાજોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-02 19:04:17

ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઇને આંદોલન કરી રહેલા રેસલર્સના સમર્થનમાં કપિલ દેવની આગેવાનીવાળી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વિરોધ કરી રહેલા રેસલર્સ તેમના મેડલ્સને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવાનું પગલું ભરી શકે છે તે બાબત ચિંતિત કરનારી બાબત છે. 1983ની વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના સભ્યોએ શુક્રવારે રેસલર્સને ઉતાવળમાં નિર્ણય ન લેવા વિનંતી કરી હતી. આ સિનિયર ક્રિકેટરોએ આશા વ્યક્ત કરી હતી કે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.


મેડલ્સ ગંગામાં ન વહાવવાની અપીલ કરી


વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ કરી છે.


નિવેદનમાં આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું છે કે કુસ્તીબાજો સાથે જે થયું તે દુઃખદ છે, પરંતુ તેઓએ પોતાના મહેનતથી કમાયેલા મેડલને ગંગામાં વહાવવા જોઈએ નહીં. 1983ની ચેમ્પિયન ટીમે કહ્યું કે કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કુસ્તીબાજોની માંગ સાંભળવામાં આવશે.


વર્ષ 1983માં આ ટીમે ઈતિહાસ રચ્યો હતો


કપિલ દેવના નેતૃત્વમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે મજબૂત ક્લાઈવ લોઈડની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડીઝની ટીમને સૌપ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, કે શ્રીકાંત, સૈયદ કિરમાણી, યશપાલ શર્મા, મદદ લાલ, બલવિંદર સિંહ સંધૂ, સંદિપ પાટિલ, કિર્તી આઝાદ, રોજર બિન્ની અને રવિ શાસ્ત્રી હતા. આ ટીમના સભ્ય રોજર બિન્નીનો પણ છે, જે હાલમાં BCCIના પ્રમુખ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?