બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોએ હરિદ્વારમાં તેમના મેડલ ગંગામાં વહાવ્યા નથી. તેમણે ખેડૂત નેતા નરેશ ટિકૈતને મેડલ સોંપી દીધા છે. તમામ કુસ્તીબાજો હાલ દિલ્હી પરત ફરી રહ્યા છે. કુસ્તીબાજોએ જાહેરાત કરી હતી કે તેઓ આજે સાંજે 6 વાગ્યે તેમના મેડલ ગંગામાં વહાવી દેશે. કુસ્તીબાજો સાંજ થતાં સુધીમાં તો હરદ્વાર પહોંચી ગયા હતા. કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા અને આપના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ કુસ્તીબાજોને તેમના મેડલ ન વહાવવાની અપીલ કરી હતી. કુસ્તીબાજોને સમજાવવા માટે ખેડૂત આગેવાનો પણ હરિદ્વાર પહોંચ્યા હતા.
VIDEO | Sakshi Malik, Vinesh Phogat, Sangeeta Phogat and other wrestlers reach Haridwar to immerse their medals in Ganga river. pic.twitter.com/Pf7h2WMbJ7
— Press Trust of India (@PTI_News) May 30, 2023
નરેશ ટિકૈતના સમજાવવાથી રેસલર પાછા ફર્યા
VIDEO | Sakshi Malik, Vinesh Phogat, Sangeeta Phogat and other wrestlers reach Haridwar to immerse their medals in Ganga river. pic.twitter.com/Pf7h2WMbJ7
— Press Trust of India (@PTI_News) May 30, 2023ભારતીય કિસાન યુનિયન ટિકૈતના રાષ્ટ્રીય પ્રવક્તા નરેશ ટિકૈત કુસ્તીબાજોને મળવા હરદ્વાર પહોંચ્યા હતા, તેમણે કુસ્તીબાજોને લાંબા સમય સુધી સમજાવ્યા હતા. તેમણે કુસ્તીબાજોને આશ્વાસન આપ્યું હતું કે તે કુસ્તીબાજોને ન્યાય અપાવવા માટે વાતચીત કરશે. નરેશ ટિકૈતે કુસ્તીબાજો પાસે 5 દિવસનો સમય માગ્યો છે. નરેશ ટિકૈતે ભરોસો આપ્યો તેના લગભગ અઢી કલાક બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.
મેડલને વિસર્જીત ન કરવાની રાકેશ ટિકૈતની અપીલ
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં વિસર્જીત ન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, આ મેડલ દેશ અને ત્રિરંગાનું ગૌરવ છે.અમે તમામ કુસ્તીબાજોને વિનંતી કરીએ છીએ કે આવું પગલું ન ભરે. તમે તમારી રમતથી દેશને ગૌરવ અપાવ્યું છે અમે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને વિનંતી કરીએ છીએ કે તેઓ આ બાબતને ધ્યાને લે અને જલદી કુસ્તીબાજો સાથે વાતચીત કરે.