કુસ્તીબાજોની આર કે પારની લડાઈ! નોકરી પર પરત ફરેલા કુસ્તીબાજોએ નોકરી છોડવાની આપી ધમકી! જો ન્યાયના રસ્તામાં નોકરી આવશે તો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-06 09:16:25

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો અડીખમ દેખાઈ રહ્યા છે. ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા હતા કે બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ જે આંદોલન ચાલી રહ્યું છે તે પહેલવાનોએ પાછું ખેંચી લીધું છે. સાક્ષી મલિક સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે તેવા સમાચાર વહેતા થયા હતા. મળતી માહિતી અનુસાર રેલવે નોકરી પર તેઓ સોમવારે પરત ફર્યા પરંતુ આંદોલન યથવાત રાખવાની વાત કરી હતી. ત્યારે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવે નોકરી છોડવાની ધમકી આપી છે. જો ન્યાય માટે રેલવે નોકરી બાધક બનશે તો નોકરી છોડવામાં અમને ટાઈમ નહીં લાગે.

       

પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની કરી હતી વાત!

જ્યારથી પહેલવાનો ધરણા કરવા બેઠા ત્યારથી તમામની નજર પહેલવાનો પર હતી. દિલ્હીથી પણ આ મામલે સતત અપડેટ આવતા હતા. અનેક રાજકીય નેતાઓ કુસ્તીબાજો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, અને તે બાદ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. અનેક દિવસો સુધી કોઈ કાર્યવાહી ન કરાતા પહેલવાનોએ પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની વાત કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે આ નિર્ણયને કેન્સલ કરી દીધો હતો. 


કુસ્તીબાજોએ કરી હતી અમિત શાહ સાથે મુલાકાત!

ત્યારે થોડા દિવસ પહેલા કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હોય એવા સમાચાર સામે આવ્યા હતા. કાર્યવાહીને લઈ અમિત શાહે ખાતરી કુસ્તીબાજોને આપી હતી. અમિત શાહ સાથે થયેલી મુલાકાત બાદ ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે. પરંતુ આ વાતોનો કુસ્તીબાજોએ ઈન્કાર કર્યો અને આંદોલન ચાલું રાખવાની વાત કરી. મળતી માહિતી અનુસાર એ વાત સત્ય છે કે પહેલવાનો પોતાની રેલવે નોકરી પર પરત ફર્યા છે પરંતુ આંદોલન ચાલુ રાખ્યું છે તેવું તેમનું કહેવું છે. 

કુસ્તીબાજોએ રેલવે નોકરી છોડવાની આપી ધમકી! 

આ બધા વચ્ચે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવેની નોકરી છોડવા અંગેની વાત કહી છે. નોકરી છોડવાની ધમકી આપતા તેમણે કહ્યું કે અગર ન્યાય માટેના રસ્તા પર જો નોકરી બાધક બનશે તો નોકરી છોડતા તેમને થોડો પણ ટાઈમ નહીં લાગે. મહત્વનું છે કે સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે સોમવારે રેલવે નોકરી પર પરત ફર્યા છે. ત્યારે રેલવે નોકરી પર જયા પછી જ કુસ્તીબાજોએ આંદોલન માટે નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી. તે સિવાય અફવાઓથી દૂર રહેવા પણ કુસ્તીબાજોએ અપીલ કરી હતી.  હવે જોવું રહ્યું કે આંદોલનમાં શું નવી અપડેટ આવશે?   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..