દિલ્હીના જંતર-મંતર ખાતે ભારતીય કુશ્તીબાજ ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોધાવી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપો મહિલા પહેલવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. બ્રિજભૂષણ વિરૂદ્ધ તેઓ ધરણા કરી રહ્યા છે. આ ધરણાને લઈને ખેલમંત્રાલય પણ ગંભીર થઈ છે. કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રી સાથે લગભગ ચાર-સાડા ચાર કલાક સુધી બેઠક થઈ હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.
WFI અધ્યક્ષના રાજીનામાની કરી રહ્યા છે માગ
બુધવારથી WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતના પહેલવાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જંતર મંતર ખાતે વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક જેવા રમતવીરો ધરણા કરી રહ્યા છે. ગુરૂવારે પણ તેમના ધરણા યથાવત જોવા મળ્યા હતા. યૌન શોષણને લઈ પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. અને WFIના અધ્યક્ષના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ મામલાને ધ્યાનમાં રાખી ખેલમંત્રાલય પણ ગંભીર બન્યું છે.
આજે પણ યોજાવાની છે બેઠક
ગુરૂવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રીએ પહેલવાનો સાથે ડિનર પણ કર્યું હતું અને બેઠક કરી હતી. આ બેઠક અંદાજીત ચાર કલાક જેટલી લાંબી ચાલી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેલમંત્રાલયના અધિકારીઓ સાથે મળીને અધ્યક્ષ બ્રિજભૂષણને હટાવવાની માગ કરી છે. આ મામલાને લઈ આજે ફરી એક વખત બેઠક થવાની છે. મળતી માહિતી અનુસાર બેઠક પહેલા નવાબગંજ સ્થિત કુશ્તી કેન્દ્ર ખાતે બ્રિજભૂષણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.