જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 8.39 ટકા, જો કે વાસ્તવિક મોંઘવારી જૈસે થે


  • Published By :
  • Published Date : 2022-11-14 19:16:08

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં મોંઘવારી વધી છે. જો કે એવા ઘણા સેક્ટર છે જ્યાં મોંઘવારી પણ નીચે આવી છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 10.7 ટકા હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. દેશમાં જથ્થાબંધ ફુગાવો માર્ચ 2021 પછી પ્રથમ વખત ડબલ ડિજિટના આંકથી નીચે આવી ગયો છે. તે સમયે જથ્થાબંધ મોંઘવારી દર 7.89 ટકા હતો. આવી સ્થિતિમાં 19 મહિના બાદ જથ્થાબંધ મોંઘવારીનો આંકડો સિંગલ ડિજિટમાં આવ્યો છે.


પ્રાથમિક વસ્તુઓની સ્થિતિ કેવી છે?


પ્રાથમિક વસ્તુઓની વાત કરીએ તો મે મહિનામાં ફુગાવો 18.84 ટકા હતો. જુલાઈમાં તે ઘટીને 14.78 ટકા થઈ ગયો. આ પછી ઓગસ્ટમાં તે 14.74 ટકા પર પહોંચી ગયો. સપ્ટેમ્બરમાં તે વધુ ઘટીને 11.73 ટકા પર પહોંચ્યો હતો. ઓક્ટોબરમાં તે ઘટીને 11.04 ટકા થયો હતો.


સરકાર અને RBIએ મોંઘવારી રોકવા શું પ્રયાસ કર્યા?


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે છેલ્લા છ કે સાત મહિના દરમિયાન આરબીઆઈ અને સરકાર બંને મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ, કેન્દ્રીય બેંકે તેના તરફથી વ્યાજ દરમાં વધારો કર્યો છે, જ્યારે સરકાર દ્વારા સપ્લાય સાઇડ સંબંધિત ઘણા પગલાં લેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે ફુગાવાને કાબૂમાં લેવા માટે મે અને સપ્ટેમ્બર વચ્ચે કી પોલિસી રેપો રેટમાં 1.9 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ 5.90 ટકા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.