રામનવમીના દિવસથી શરૂ થયેલી હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે. સતત ત્રીજા દિવસે હિંસા ભડકી રહી છે. હુગલીના રિશરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પર સોમવાર રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ પથ્થરમારો રેલવે સ્ટેશનના ગેટ નંબર 4 પાસે થયો હતો.
પશ્ચિમ બંગાળમાં હિંસાના માહોલે વધારી ચિંતા
દેશમાં એક તરફ જ્યારે રામનવમી પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ રહી તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ, મહારષ્ટ્ર સહિતના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને પૂર્ણ થયે અનેક દિવસો વીતી ગયા છે પરંતુ રાજ્યોમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં રવિવાર રાત્રે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના ધારાસભ્યને પણ ઈજા પહોંચી હતી. હિંસા એટલી બધી ભડકી ઉઠી હતી કે વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલાને લઈ કોર્ટે સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે.
સોમવારે રાત્રે રિશરા રેલવે સ્ટેશન બહાર હિંસા ફાટી નીકળી!
આ હિંસા જ્યાં હજી શાંત થઈ ન હતી ત્યારે તો પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. ત્રીજા દિવસે પણ હિંસા ભડકી ઉઠી હતી. મોડી રાત્રે હુગલીના રિશરા વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન નજીક પથ્થરમારો કરવામાં આવતા રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. ભડેલી હિંસાને જોતા હાવડા-બર્જમાન રૂટ પર આવતી ટ્રેનોને રોકવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
#WATCH | West Bengal: Ruckus and stone pelting erupt during the BJP Shobha yatra in Hooghly pic.twitter.com/fbRdsGRkNT
— ANI (@ANI) April 2, 2023
રવિવારે ભડકેલી હિંસાની તસવીરો
આ મામલે પોલીસ આવી એક્શન મોડમાં!
સતત વધતી હિંસાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પોલીસને તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે રામનવમીના દિવસે હિંસા ભડકી ઉઠી હતી. તે બાદ રવિવારે શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બે જૂથ વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું. બગડતા માહોલને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ મામલે 12 જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. કલકતા હાઈકોર્ટે હાવડામાં સર્જાયેલી હિંસા અંગે રિપોર્ટ માગ્યો છે. જે મુજબ 5 એપ્રિલ સુધી સરકારે જવાબ કોર્ટને આપવો પડશે.