27 સપ્ટેમ્બરને વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસને વેગ મળે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં 8.59 મિલિયન વિદેશીઓ ભારતની મુલાકાતે આવ્યા છે. 1.75 મિલિયન પ્રવાસીઓ વર્ષ 2022માં ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક સ્થાપત્યો છે જેને જોવા માટે વિદેશથી લોકો આવે છે. તેમાં સ્ટેસ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, અંબાજી મંદિર, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ હેરિટેજ સિટી, કાંકરિયા લેકફ્રન્ટ. અડાલજની વાવ સહિતના પ્રવાસન સ્થળો છે જેની મુલાકાત લેવા પ્રવાસીઓ આવતા હોય છે.
ઓગસ્ટ વર્ષ 2023 સુધી ગુજરાતમાં આવ્યા આટલા પ્રવાસીઓ
દેશના પ્રવાસન ક્ષેત્રે ગુજરાત મહત્વનો હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં પ્રવાસન વિકસે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. અનેક સ્થળો એવા છે જેને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રવાસન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યા છે. ત્યારે એક રિપોર્ટ અનુસાર વર્ષ 2023ના 8 મહિના સુધી ગુજરાતની મુલાકાતે 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે તે ઉપરાંત સોમનાથ તેમજ અંબાજી જેવા સ્થળો પર પણ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની સરખામણીએ ઓગસ્ટ 2023 સુધી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.