વિશ્વ ટીબી દિવસ, જેને ટ્યુબરક્યુલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 24 માર્ચે આ દિવસે ટીબીને લઇને જાગૃત્તિ ફેલાવવામાં આવે છે. આ સંદર્ભમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિવિધ દેશોમાં જરૂરિયાતમંદ લોકોને મદદનો હાથ લંબાવે છે. આ વખતે ટીવી ડેની થીમ છે Yes! We Can End TB: Commit, Invest, Deliver ` ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે.
ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને બાનમાં લીધું હતું .ઇ.સ. ૨૦૧૮માં આશરે ૧ કરોડ લોકોને ક્ષયનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી ૧૫ લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાશશીલ દેશોમાંથી હતા
આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમ જ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવાં પગલાં લઇ આ રોગને નાથવા કમર કસી છે.
ક્ષય રોગને રાજ રોગ પણ કહેવાય છે, જેમાં દર્દીના સારવાર કરનારે પણ ખૂબ સાવચેતી રાખવી પડે છે, નહીંતર તેને પણ આ રોગ થઈ શકે છે.
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનથી માંડીને કમલા નેહરુ સુધી, ટીબીથી મૃત્યુ પામેલા પ્રખ્યાત વ્યક્તિઓની લાંબી યાદી છે. સત્યજિત રે, પ્રેમચંદ, સુભદ્રા કુમારી ચૌહાણ, નંદલાલ બોઝ અને વિષ્ણુદાસ ભટનું મૃત્યુ ટીબીને કારણે થયું હતું. જ્યારે ફિલ્મ નિર્દેશક અને લેખક સત્યજીત રેનું 1992માં ટીબીથી અવસાન થયું હતું, ત્યારે હિન્દી સાહિત્યના મહાન લેખક પ્રેમચંદને ટીબી હતો, જેના કારણે 1936માં તેમનું અવસાન થયું હતું. 1948માં સ્વાતંત્ર્ય સેનાની અને કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણનું ટીબીથી અવસાન થયું હતું. 1982માં પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝ અને 1965માં પ્રખ્યાત સંગીતકાર વિષ્ણુદાસ ભટનું ટીબીથી અવસાન થયું.
ભારત પણ ટીબી મુક્ત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ટીબી નાબૂદી તરફ ભારતની સમર્પિત યાત્રાને વૈશ્વિક સ્તરે ઓળખવામાં આવી હતી, જેમાં 2015 થી 2023 સુધીમાં ટીબીના કેસોમાં 17.7 ટકાનો ઘટાડો થયો હતો. આ દર વૈશ્વિક સરેરાશ 8.3 ટકાના ઘટાડા કરતાં બમણો છે. WHOએ ગ્લોબલ ટીબી રિપોર્ટ 2024માં આ વાતનો ખુલાસો કર્યો હતો. ભારત સરકારનો નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) એ એક સીમાચિહ્નરૂપ છે, જે 2025 સુધીમાં દેશમાં ટીબીને નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરે છે.
ટીબીના મુખ્ય બે પ્રકાર છે એક છે પલ્મોનરી ટીબી (ફેફસાનો ટીબી) જેના 70% થી 75% કેસો જોવા મળે છે. તેના મુખ્ય લક્ષણોની વાત કરવામાં આવે તો લાંબી સમય સુધી ખાંસવું, ખાંસી સાથે લોહી આવવું, છાતીમાં દુખાવું, થાક અને નબળાઈ, તાવ. હવે બીજો પ્રકાર છે એક્સ્ટ્રાપલ્મોનરી TB જેમાં ફેફસાં સિવાયના અંગોને અસર કરે છે, જેમ કે મગજ, કોશી, યૂરિનરી ટ્રેક્ટ, વગેરે. અહીં લક્ષણો તેના સ્થાને આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, મગજના ટીબીમાં માથાનો દુખાવો, પીઠના ટીબીમાં પીઠમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
TBનો ઇલાજ શક્ય છે. ટ્યુબરક્યુલોસિસ (TB) માટે નિયત દવાઓ અને સમયસર સારવારથી આ રોગ પર કાબૂ મેળવવો શક્ય છે. નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) હેઠળ ભારત સરકાર મફત પરીક્ષણ અને દવાઓ ઉપલબ્ધ કરે છે. સાથે જ, "નિક્ષય પોષણ યોજના" હેઠળ, TBના દર્દીઓને દર મહિને ₹500 નું પોષણ સહાય આપવામાં આવે છે, જે દર્દી માટે મહત્વપૂર્ણ છે.
