WHOની ગંભીર ચેતવણી, દુનિયાએ વધુ એક મહામારી માટે રહેવું જોઈએ તૈયાર


  • Published By :
  • Published Date : 2023-05-24 19:56:26

1. કોરોના હજુ પણ મચાવી શકે તબાહી !


 સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાયેલી 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની બેઠકમાં WHOએટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે.. WHOના ગવર્નર જનરલ ટેડ્રોસે જણાવ્યું કે દુનિયાએ આગામી મહામારી માટે તૈયાર રહેવું જોઈએ જે કોરોના કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે. કોરોનાના જે જૂના વેરીઅન્ટ છે તેના કેસ ઘટ્યા છે પરંતુ ઓમિક્રોન XBB જે વેરીઅન્ટ છે તે હજુ પણ દુનિયાના કેટલાક દેશોમાં તબાહી મચાવી રહ્યો છે.. 


2. ચીનમાં મહામારી નવા સ્વરૂપે 


 ચીનમાં ફરી એકવાર કોરોના મહામારી નવા સ્વરૂપે ફેલાવાની હોય તેવા એંધાણ છે.. ચીનના હેલ્થ એક્સપર્ટ  ઝોંગ  નાનશાને દાવો કર્યો છે કે કોરોનાની સૌથી વિનાશક લહેરની હવે ચીનમાં આવશે.. ઓમિક્રોનના જૂથનો એક કોરોનાનો વેરીઅન્ટ છે XBB જે નવેસરથી ચીનના કેટલાક ભાગોમાં કોરોનાનો ચેપ ફેલાવી રહ્યો છે.. જેને કારણે જૂનના અંત સુધીમાં કોરોનાના કરોડો કેસ નોંધાવાની શક્યતાઓ છે.. ચીને કોરોનાના નવા વેરીઅન્ટનો સામનો કરવા માટે 2 નવી રસીઓને વિકસાવવા માટે મંજૂરીઓ આપી દીધી છે..


3. PM મોદી અમેરિકા જશે


PM મોદી આવતા મહિને અમેરિકા જશે.. 22 જૂને અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ જો બાઇડેને PM મોદીને વ્હાઇટ હાઉસમાં  ડિનરનું આમંત્રણ આપ્યું છે.. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બાનીઝ અને પાપુઆ ન્યુગીનીના પ્રધાનમંત્રી જેમ્સ મરાપે પણ જોડાશે.. આ મુલાકાતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી G-20 બેઠક અંગે ચર્ચા થશે..


4. આલ્બેનીઝને વર્લ્ડકપનું આમંત્રણ


PM મોદીના ઓસ્ટ્રેલિયા  પ્રવાસનો આજે છેલ્લો દિવસ હતો.. પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમની અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી..જેમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. જેના પર અલબાનીઝે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.. આ ઉપરાંત પીએમ મોદીએ આલ્બેનીઝને આ વર્ષના વર્લ્ડકપ માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે..


5. સાઉદીમાં સ્વસ્તિકને લીધે થઇ જેલ!


સાઉદી અરેબિયામાં રહેતા એક ભારતીય મૂળના વ્યક્તિની ઘરની બહાર સ્વસ્તિક ચિહ્ન લગાવવાને કારણે ધરપકડ કરવામાં આવી.. મૂળ આંધ્રપ્રદેશના ગૂંટુરનો આ વ્યક્તિ કેમીકલ એન્જીનિયર તરીકે સાઉદીમાં કામ કરે છે.. અને પોતાના પરિવાર સાથે રહે છે.. તેણે તેના ફ્લેટની બહાર સ્વસ્તિકનું ચિહ્ન લગાવ્યું હતું જેને ત્યાંના સ્થાનિક અરેબિક વ્યક્તિઓ અને વ્યક્તિના પાડોશીઓએ નાઝી સિમ્બોલ સમજી પોલીસ  ફરિયાદ કરી દીધી અને પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી.. જે પછી ત્યાના ભારતીયો માટે કામ કરતા સામાજીક કાર્યકર્તાઓની મદદથી તે જેલમાંથી છુટ્યો હતો..


6. લંચબોક્સમાંથી વિસ્ફોટકો મળ્યા


અમેરિકાના એક 15 વર્ષનો ટીનએજર સ્કૂલમાં રાઇફલ લઇને ધુસી ગયો તેવી ઘટના બની છે.. અમેરિકાના ફિનિક્સની આ ઘટના છે.. જેની એક સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીની સ્કૂલબેગમાંથી સેમી ઓટોમેટિક રાઇફલ અને તેના લંચબોક્સમાંથી વિસ્ફોટકો મળી આવ્યા..આ વિદ્યાર્થી રમતો હતો તે દરમિયાન એક શિક્ષકને શંકા જતા તેની બેગ તપાસવામાં આવી હતી જેમાંથી રાઇફલ મળી આવતા તાત્કાલિક પોલીસ બોલાવી તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.. 


7. મહિલા સાંસદોનું દંગલ!


 દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયાની સંસદમાં ચાલુ કાર્યવાહીમાં હંગામો થયો.. મહિલા સાંસદો વચ્ચે લાતો અને મુક્કાબાજી થઈ હતી. તેઓ એકબીજાના વાળ ખેંચતાં જોવા મળ્યા હતા.ત્યાના સાંતાક્રુઝ પ્રાંતના વિપક્ષી નેતાની ધરપકડને લઇને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી..શાસક પક્ષે વિપક્ષ પર આતંકવાદી હોવાનો આરોપ મૂકતા વિપક્ષના નેતાઓ ભડક્યા હતા અને જોતજોતામાં આ વિવાદ હિંસક બની ગયો


8. બ્રિટનમાં ગુજરાતનો ડંકો 


ગુજરાતના ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલની બ્રિટનની લંકશાયર કાઉન્ટીના એક શહેર પ્રેસ્ટનના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે..યાકુબ વડોદરાની એમ  એસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે.. તે પછી તેઓ બ્રિટન જતા રહ્યા હતા..અને તે પછી તેઓ  પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઈતિહાસમાં પહેલા મુસ્લિમ કાઉન્સિલર બન્યા હતા..


9. ઇરાનમાં 9000 મહિલાઓેને જેલ


ઇરાનમાં હિજાબ વિરોધી આંદોલનોમાં સરકાર, સ્થાનિક  કટ્ટરપંથીઓ અને મૌલવીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે..250 દિવસ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા હિજાબ વિરોધી આંદોલનોમાં આશરે 17  હજાર લોકોની ધરપકડ કરાઇ છે..  9000 જેટલી આંદોલનકર્તા મહિલાઓને જેલહવાલે કરી દેવાઇ છે..10 લોકોને મૃત્યુદંડ  અપાયો છે.. આશરે 500 લોકોના મોત થઇ ચૂક્યા છે.. ઇરાનના તહેરાનમાં હોર્ડિંગ લગાવીને મહિલાઓને ફરજિયાતપણે હિજાબ પહેરવાની ફરજ પાડવામાં આવી છે..ત્યાંની એરલાઇન્સને હિજાબના નિયમો લાગુ પાડવાનો સરકારે આદેશ આપ્યો છે.. જે મહિલાઓ હિજાબ વગર બહાર  નીકળે તેની સીસીટીવી દ્વારા તપાસ કરાશે. હિજાબ ન પહેરનારી મહિલાઓને ચીજવસ્તુઓ ન આપવાનો આદેશ ઉપરાંત, હિજાબ વગરની મહિલાઓને સરકારી ઓફિસ અને મેટ્રો, રેલવે સ્ટેશન પર  પ્રતિબંધ ફરમાવાયો છે.


10. ફ્રાન્સમાં ખાનગી વિમાનો પર પ્રતિબંધ


ફ્રાન્સની સરકારે ટૂંકા અંતરની યાત્રા માટે વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.. એટલે કે લોકોને જે રૂટની મુસાફરીમાં ટ્રેન દ્વારા અઢી કલાકથી પણ ઓછો સમય લાગતો હોય તો ત્યાં ફ્લાઈટના માધ્યમથી મુસાફરી નહીં કરી શકાય.. સતત કાર્યરત રહેતી ફ્લાઇટ્સથી કાર્બન ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણ વધે છે.. જે ઘટાડવા માટે ફ્રાન્સની સરકારે આ પગલું લીધું છે..જો કે સરકારના આ નિયમનો ત્યાંનો એરક્રાફ્ટ ઉદ્યોગ વિરોધ કરી રહ્યા છે... અને પ્રદૂષણની સમસ્યાનો કોઇ વાસ્તવિક ઉકેલ લાવવાનું જણાવી રહ્યા છે..




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?