સમાજ ભિન્ન લોકોથી બનેલો છે. કોઈ એકદમ જલ્દીથી લોકો સાથે હળીમળી જોય છે તો કોઈ પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે. કોઈ એકદમ વાતોડિયા સ્વભાવના હોય તો કોઈ એકદમ શાંત સ્વભાવના. કોઈ એકદમ હસમુખા હોય તો કોઈ એકદમ ધીરગંભીર હોય. આજે આવી વાતો એટલા માટે કરાઈ રહી છે કારણ કે આજની તારીખ અંતર્મુખી સ્વભાવ ધરાવતા લોકોને સમર્પિત છે. દર વર્ષે 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
2 જાન્યુઆરીએ ઉજવાય છે વિશ્વ અંતર્મુખી દિવસ
વિશ્વભરમાં અનેક દિવસો ઉજવાતા હોય છે. અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી વિવિધ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે દર વર્ષે 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ મનાવવામાં આવે છે. તે અંતર્મુખી લોકોની અસાધારણ લાક્ષણિકતાઓને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે સમર્પિત દિવસ છે.
કેવા હોય છે અંતર્મુખી માણસો?
અંતર્મુખી વ્યક્તિ એવી વ્યક્તિ હોય છે જે એકદામ શરમાળ, શાંત હોય છે. લોકો સાથે રહેવાને બદલે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. વર્ષ 2011થી આ દિવસની ઉજવણી થવાની શરૂ થઈ જ્યારે ફેલિસીટાસ હેન્ને અંતર્મુખી એટલે કે Introvert લોકોની વિશેષતા વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય લોકો તેમની કદર કરે તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી.
શું છે દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ?
વિશ્વ અંતર્મુખ દિવસની શરૂઆત કંઈ આવી રીતે થઈ હતી. 2 જાન્યુઆરીએ "iPersonic" પર "Here's We Need A World Introvert Day" નામની બ્લોગ મનોવૈજ્ઞાનિક અને લેખક ફેલિસીટાસ હેય દ્વારા પોસ્ટ કરવામાં આવી. એ વાતને ધ્યાનમાં રાખી આ દિવસની ઉજવણી 2 જાન્યુઆરીએ કરવામાં આવે છે. મહત્વનું છે કે અનેક એવા લોકો હશે જે અંતર્મુખી હશે.