વિશ્વભરમાં અનેક તેહવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રસિદ્ધ લોકોની જન્મજયંતીને યાદ રાખવા અનેક વખત તેમના જન્મદિવસે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતી તરીકે મનાવવામાં આવે છે.
10 એપ્રિલે ઉજવાય છે વિશ્વ હોમિયોપેથી દિવસ
રોગના ઉપચાર માટે અનેક પદ્ધતિઓ આપણને મળી આવે છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સહિતની અનેક પદ્ધિતીઓની મદદથી રોગોને દૂર કરવામાં આવે છે. એવા અનેક લોકો હોય છે જેમને હોમિયોપેથી પર વધારે વિશ્વાસ હોય છે. અનેક લોકો હોમિયોપેથી પર વિશ્વાસ રાખી સારવાર કરાવી રહ્યા છે. લાઈફ ક્યોર સિદ્ધાંતોના આધારે ચાલવા વાળી પદ્ધતિ છે. જો હોમિયોપેથી શબ્દની વાત કરીએ તો આ શબ્દ હોમિયો પરથી આવ્યો છે. હોમિયોનો અર્થ થાય છે સમાન અને પેથોસનો અર્થ થાય છે રોગ.
હોમિયોપેથી પણ છે સારવારની એક પદ્ધતિ
જર્મન ડોક્ટર ડો.ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનને હોમિયોપેથીના સ્થાપક માનવામાં આવે છે. 10 એપ્રિલના રોજ તેમની જન્મજયંતી મનાવવામાં આવે છે એટલે આ જ કારણો સર વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. હોમિયોપેથી પણ સારવારનો એક ભાગ છે. હોમિયોપેથીમાં દર્દી પ્રમાણે સારવાર કરવામાં આવે છે. જેને જેવી બિમારી તે પ્રમાણે દર્દીને દવા આપવામાં આવે છે. દરેક દવાઓ અલગ અલગ હોય છે. તમે જ્યારે હોમિયોપેથીના ડોક્ટરને કન્સલ્ટ કરો છો ત્યારે તે બહુ બધી વાતો કરતા હોય છે. દર્દી પ્રમાણે દવાઓ બદલાતી રહે છે. ડોક્ટરની સલાહ વગર આ દવાઓ ન લેવી જોઈએ.