રોહિત શર્માની કપ્તાનીમાં વર્લ્ડ કપ ટીમની જાહેરાત, 'અનફિટ' કેએલ રાહુલની પણ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-09-05 14:38:25

વિશ્વ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પસંદગીકારોએ રોહિત શર્માની કપ્તાની હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ટીમમાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. વિરાટ કોહલી, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ટીમની જાહેરાત કરી હતી.

આ ખેલાડીઓને મળ્યું સ્થાન 


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.


વર્લ્ડ કપ મેચમાં શુભમન ગિલ રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. ટીમમાં ઈશાન કિશન પણ છે. ઈશાન ઓપનિંગની સાથે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરવા સક્ષમ છે. શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે. 


કેએલ રાહુલની પસંદગીથી આશ્ચર્ય


વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાના કેન્ડીમાં ભારતીય ટીમની હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દરમિયાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. તેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં તે રમ્યો નહોતો. અત્યાર સુધી તે ઈજા બાદ એક પણ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં તેણે મેચ માટે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. એશિયા કપ માટે પસંદ કરાયેલા તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી કરવામાં આવી નથી. 


ટીમમાં હજુ પણ ફેરફારની શક્યતા


ભારત સહિત અન્ય તમામ 10 દેશોની ટીમોમાં હજુ ફેરફારનો અવકાશ છે. જો કોઈ દેશ તેની જાહેર કરાયેલી ટીમમાં ફેરફાર કરવા માંગે છે, તો તે ICCની પરવાનગી વિના 28 સપ્ટેમ્બર સુધી ફેરફાર કરી શકે છે. પરંતુ 28 સપ્ટેમ્બર સુધીમાં તેણે અંતિમ 15 સભ્યોની ટીમ જાહેર કરવી પડશે. આ પછી, ICCની મંજૂરી પછી જ ફેરફારો કરી શકાય છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...