વર્લ્ડ કપ 2023નું શિડ્યુલ જાહેર, જાણો આ શહેરોમાં રમાશે મહત્વની મેચ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-27 13:27:04

ICC Men’s ODI Cricket World Cup 2023નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. ICCએ આજે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં આ શિડ્યુલની જાહેરાત કરી છે. જેમાં BCCI સેક્રેટરી જય શાહ પણ પહોંચ્યા હતા. આ વિશ્વકપની શરુઆત આગામી 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી થવાની છે, જેમાં પહેલી મેચ ઈંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.


સૌથી રોચક મુકાબલો ભારત વિ. પાકિસ્તાન પણ અમદાવાદમાં 

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં તમામ મેચ રમાશે. જેનો સૌથી મોટો હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત વિ. પાકિસ્તાન વચ્ચે થશે અને આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત વિ. પાકિસ્તાનની આ મેચ આગામી 15 ઓક્ટોબર અને રવિવારના રોજ રમાવાની છે, જેને લઈને માત્ર અમદાવાદ અને ગુજરાતના જ ક્રિકેટ પ્રેમીઓ નહીં પરંતુ આખા દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે આ પહેલા ભારત તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જે 8 ઓક્ટોબર અને રવિવારે ચેન્નાઈ ખાતે રમાશે. 


ભારતમાં આટલી જગ્યાઓ પર રમાશે વિશ્વકપની મેચ

યજમાન દેશ ભારતમાં કુલ 10 શહેરોમાં રમાશે, જેમાં અમદાવાદના(નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ), ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ), લખનૌ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ), ઈન્દોર (હોલ્કર સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) ખાતે તમામ મેચ રમાશે.


સેમિફાઈનલ મુંબઈ અને કોલકત્તામાં અને ફાઈનલ અમદાવાદમાં રમાશે

વિશ્વકપની મહત્વની નોકઆઉટ મેચ ત્રણ શહેરોમાં રમાશે. જેમાં 15 નવેમ્બરે સેમિફાઈનલ 1નો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.16 નવેમ્બરે સેમિફાઈનલ 2નો મુકાબલો કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ અને 19 નવેમ્બર અને રવિવારે ફાઈનલનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?