લોકોમાં કેન્સરને લઈ જાગૃત્તા આવે તે માટે 4 ફેબ્રુઆરીના રોજ કરાય છે વિશ્વ કેન્સર ડેની ઉજવણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-04 13:29:41

4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર ડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આજ કાલ અનેક લોકો કેન્સરની બિમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે લોકોમાં કેન્સરને લઈ જાગૃત્તા લાવવા તેમજ જોખમી બીમારીઓની ગેરમાન્યતાઓને દૂર કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું નેતૃત્તવ યૂનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે. અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


કેન્સરને લઈ ગેરમાન્યતાઓ દૂર કરવા કરાય છે ઉજવણી 

સમગ્ર વિશ્વમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેન્સર અંગે લોકોને અનેક ગેરમાન્યતા રહેલી હોય છે. તે ગેરમાન્યતાઓને દૂર કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્સરના દર્દીઓનું પ્રમાણ ઘટાડવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.       


1993માં આ દિવસની કરાઈ હતી ઉજવણી           

અત્યારના આધુનિક સમયમાં કેન્સરની બીમારી વધવા પામી છે. જેનું મુખ્ય કારણ ધુમ્રપાન, ટોબેકો સહિત અનેક ડ્રગ્સનું સેવણ કરવાને કારણે કેન્સરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે કેન્સર મોતનું બીજું પ્રમુખ કારણ છે. આ દિવસની ઉજવણી વર્ષ 1933માં શરૂ થઈ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે વર્ષ 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ વખત કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ અલગ અલગ થીમ પર વિશ્વ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે.  


કેન્સર પર ધીમે ધીમે કરાયું સંશોધન   

કેન્સર શબ્દની શોધ ફાધર ઓફ મેડિસિન ગણાતા ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સ દ્વારા કરવામાં આવી હતી. બિન-અલ્સર અને અલ્સર રચના ગાંઠોનું વર્ણન કરવા માટે કોર્સિનોમા અને કાર્સિનોમાં શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે બાદ ધીમે ધીમે કેન્સરને લઈ શોધ શરૂ કરી અને અલગ અલગ જગ્યાઓ પર કેન્સર વિશે વાતો કરવાની શરૂઆત થઈ. 


અનેક પ્રકારના કેન્સરનો લોકો બની રહ્યા છે ભોગ 

50 એડીમાં ઈટાલીમાં રોમનાએ શોધ્યું કે સર્જરી દ્વારા અનેક પ્રકારની ગાંઠો દૂર કરી શકાય છે. પરંતુ આ રોગમાં કોઈ દવા કામ કરતી નથી. 1500 યુરોપમાં કેન્સર શોધવા માટે શબપરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈ કેન્સર રોગ શું હોય તેને લઈ વધારે માહિતી ભેગી થઈ. કેન્સરના દર્દીઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. એક રિુપોર્ટ અનુસાર 10 ભારતીયમાંથી એક ભારતીય પર કેન્સરનું જોખમ રહેલું છે. આ રોગના અનેક પ્રકારો હોય છે. આમાંથી સૌથી સામાન્ય છે સ્તન કેન્સર, ચામડીનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા અનેક કેન્સર. યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલએ વિશ્વ કેન્સર દિવસને ગ્લોબર ઈન્ડિગ્રેટેડ ઈવેન્ટ તરીકે જાહેર કર્યો છે. વિશ્વભરના લોકો કેન્સર સામે લડવા માટે લોકોને ઓળખવા, કાળજી લેવા અને સશક્તિકરણ કરવા માટે એકસાથે આવે છે, તેમજ જેઓ રોગ પર કાબુ મેળવે છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?