પાકિસ્તાન અંગે વર્લ્ડ બેંકનો ચોંકાવનારો રિપોર્ટ, એક જ વર્ષમાં ગરીબોની સંખ્યા 1.25 કરોડથી વધી 9.5 કરોડ થઈ


  • Published By :
  • Published Date : 2023-09-24 17:08:04

ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા (Pakistan Economic Crisis) પાકિસ્તાનમાં હજુ પણ સ્થિતિ સુધરી રહી નથી. દેશમાં ગરીબોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે એક વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબોની 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં વધુ 1.25 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવ્યા બાદ પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોની સંખ્યા વધીને 9.5 કરોડ થઈ ગઈ છે.

 

પાકિસ્તાનનું આર્થિક મોડલ નિષ્ફળ!


વિશ્વ બેંકના પાકિસ્તાન માટેના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિઆસ હક (Tobias Haque)નું કહેવું છે કે પાકિસ્તાનનું આર્થિક મોડલ હવે ગરીબી ઘટાડતું નથી અને સમકક્ષ દેશોની સરખામણીએ અહીં જીવનધોરણ સતત ઘટી રહ્યું છે. વિશ્વ બેંકે તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે દેશને નાણાકીય સ્થિરતા માટે જે પગલાં લેવાની જરૂર છે તેમાં કૃષિ અને રિયલ એસ્ટેટ પર કર લાદવાની સાથે સાથે નકામા ખર્ચમાં કાપ મૂકવાનો સમાવેશ થાય છે. ટોબિઆસ હકે વધુમાં કહ્યું કે પાકિસ્તાન ગંભીર આર્થિક અને માનવ વિકાસ સંકટનો સામનો કરી રહ્યું છે અને તે એવા તબક્કે છે કે જ્યાંરે મોટા નીતિગત ફેરફારોની જરૂર છે. તેમણે કહ્યું કે વિશ્વ બેંક પાકિસ્તાનની આજની આર્થિક સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાન ઝડપથી ગરીબીની જાળમાં ફસાઈ રહ્યું છે, જે પહેલાથી જ આર્થિક રીતે ત્રસ્ત પાકિસ્તાન માટે મોટું સંકટ પેદા કરી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?