દેશમાં મંદીની આશંકા ઘણા લાંબા સમયથી સાંભળવા મળે છે. તેનું અનુમાન દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં શરૂ થયેલી છટણી પરથી પણ લગાવી શકાય છે. હવે વિશ્વ બેંકના રિપોર્ટમાં પણ વૈશ્વિક વિકાસ દરનું અનુમાન ઘટાડવાના સંકેતો આપ્યા છે. વિશ્વ બેંકે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. આ પહેલા વિશ્વ બેંકે ગ્રોથ રેટનું પુર્વાનુમાન 3 ટકા જાહેર કર્યું હતું.
A sharp, long-lasting slowdown is expected to hit developing countries this year. The global economy is projected to grow by just 1.7% in 2023. #WBGEP2023
— World Bank (@WorldBank) January 10, 2023
1.7 ટકાના વિકાસ દરનું અનુમાન
A sharp, long-lasting slowdown is expected to hit developing countries this year. The global economy is projected to grow by just 1.7% in 2023. #WBGEP2023
— World Bank (@WorldBank) January 10, 2023વિશ્વ બેંકએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, ચીન, અને યુરોપ જેવી દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં ઘટાડાને પગલે વૈશ્વિક અર્થતંત્રો આ વર્ષે મંદીની એકદમ નજીક જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને 2023 માટે ગ્લોબલ ઈકોનોમીનું વિકાસ અનુમાન ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યું છે. આ આર્થિક વૃધ્ધીનું ત્રણ દાયકામાં સૌથી ઓછું અનુમાન છે. આ પહેલા 2008ની મંદી અને 2020માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં મોટો ઘડાડો નોંધાયો હતો.
ગરીબ દેશો થશે બેહાલ
વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે મંદીની અસર ગરીબ દેશો પર સૌથી વધુ થશે. આફ્રિકા જેવા દેશો પર તેની સૌથી વધુ અસર થશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક માત્ર 1.2 ટકા જેટલી રહેવાનું અનુમાન છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે ઉપરાંત અમેરિકા-યુરોપમાં સતત વધી રહેલા વ્યાજ દર ગરીબ દેશોમાંથી મૂડી રોકાણને આકર્ષશે અને આ દેશોમાં ઈન્વેસ્ટમેન્ટનું સંકટ વધુ ચિંતાજનક બનશે.