ભારત જોડો યાત્રામાં જોડાશે નારી શક્તિ, પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં થયા સામેલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-12 11:21:21

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા રાજસ્થાન પહોંચી છે. આજના દિવસ માટે યાત્રાનું નામ બદલી મહિલા શક્તિ પદયાત્રા નામ રાખ્યું છે. આ યાત્રામાં મહિલાઓ ચાલવાની છે. આ યાત્રામાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પણ પોતાની દીકરી સાથે પહોંચી ગયા છે અને યાત્રામાં સામેલ થયા છે.

राहुल गांधी की यात्रा में आज भी प्रियंका गांधी और उनकी बेटी मिराया भी साथ चल रही हैं।राहुल ने बूंदी और सवाई माधोपुर में कांग्रेस की स्थानीय महिला नेताओं से बातचीत कर फीडबैक भी लिया।


નારી શક્તિને સમર્પિત છે આજની યાત્રા

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રામાં અનેક નેતાઓ, કલાકારો તેમજ સમર્થકો જોડાયા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક અલગ અંદાજ જોવા મળ્યા હતા. ત્યારે આજનો દિવસ મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આ યાત્રામાં મહિલાઓ રાહુલ ગાંધી સાથે ચાલવાની છે. મહિલા શક્તિ પદયાત્રામાં અંદાજીત 5000 જેટલી મહિલાઓ ભાગ લેવાની છે. આ યાત્રામાં સામેલ થવા પ્રિયંકા ગાંધી પણ રાજસ્થાન પહોંચી ગયા છે.      




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.