મહિલા અનામત બિલ Rajyasabhaમાં થયું રજુ, PM Modiએ તમામ સાંસદોનો માન્યો આભાર, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-21 12:12:44

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મહિલા અનામત બિલ ગઈકાલે લોકસભામાં પાસ થઈ ગયું હતું ત્યારે આજે રાજ્યસભામાં તેને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા અનામત બિલ પાસ થયું તેને લઈ આજે એટલે કે સત્રના ચોથા દિવસે પીએમ મોદીએ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યો આ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. 


ગઈકાલે લોકસભામાં પાસ થયું બિલ 

જ્યારથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થયો ત્યારથી સૌ કોઈની નજર મહિલા અનામત પર હતી. વિપક્ષી સાંસદોનું પણ સમર્થન મળ્યું હતું. ગઈકાલે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બે સાંસદો સિવાય આ બિલની તરફેણમાં 454 વોટ આપ્યા હતા. લોકસભામાં ચર્ચા બાદ બિલ પાસ થઈ ગયું ત્યારે આજે આ બિલની ચર્ચા રાજ્યસભામાં કરવામાં આવી રહી છે. 


રાજ્યસભામાં થઈ રહી છે બિલની ચર્ચા 

સત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે  'ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યોઆ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. આજે તે રાજ્યસભામાં તેનો છેલ્લો મુકામ પૂર્ણ કરશે. આજે હું આ પવિત્ર કાર્યમાં તમારા યોગદાન અને અર્થપૂર્ણ ચર્ચા માટે આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.