બ્રેકિંગ ન્યૂઝ: મહિલા અનામત બિલ લોકસભામાં પાસ, બિલના સમર્થનમાં 454 વોટ પડ્યા, વિરોધમાં માત્ર બે વોટ


  • Published By :
  • Published Date : 2023-09-20 20:56:14

મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. બિલ પર મતદાન સ્લિપ દ્વારા કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 454 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધ બે વોટ પડ્યા હતા. વોટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બુધવારે (20 સપ્ટેમ્બર) સંસદના વિશેષ સત્રમાં લગભગ 60 સાંસદોએ મહિલા અનામત બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો.


તમામ પાર્ટીઓનું મળ્યું સમર્થન


લોકસભા મહિલા અનામત બિલ બે તૃતીયાંશ બહુમતી સાથે પસાર થયું.મહિલા અનામત બિલની તરફેણમાં 454 મત પડ્યા હતા. આ બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. તેની સામે માત્ર 2 મત પડ્યા હતા. વાસ્તવમાં, બંધારણમાં સુધારો કરવા માટે, ગૃહની બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. જ્યારે સામાન્ય બિલ પસાર કરવા માટે 50 ટકાથી વધુ સભ્યો ગૃહમાં હાજર હોવા જોઈએ. તે બે તૃતીયાંશ બહુમતીથી પસાર થવો જોઈએ. પરંતુ આ બંધારણ સંશોધન બિલ હતું, તેથી કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારને ટેકો આપ્યો હતો. જોકે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ સરકાર સાથે ઉભા જોવા મળ્યા હતા.


શું છે આ બિલમાં?


મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અથવા એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની દરખાસ્ત કરે છે. આ બિલમાં 33 ટકા ક્વોટાની અંદર SC, ST અને એંગ્લો-ઈન્ડિયન માટે પેટા-આરક્ષણનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો રોટેટ કરવામાં આવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ પછી મહિલાઓ માટે અનામત અનામત સમાપ્ત થઈ જશે.


27 વર્ષથી પેન્ડિંગ છે આરક્ષણ બિલ


મહિલા આરક્ષણ બિલ લગભગ 27 વર્ષથી પેન્ડિંગ છે, હવે આ બિલ સંસદના ટેબલ પર આવશે. આંકડાઓ અનુસાર, લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. છેલ્લી વખત આ મુદ્દા પર કાર્યવાહી 2010 માં કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે બિલ પસાર કર્યું હતું અને માર્શલ્સે મહિલાઓ માટે 33 ટકા અનામતનો વિરોધ કરતા કેટલાક સાંસદોને બહાર કાઢ્યા હતા. જો કે, આ બિલ રદ્દ કરવામાં આવ્યું કારણ કે તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.


ક્યારે અમલી બનશે આ બીલ?


મહિલા અનામત માટે રજૂ કરાયેલું બિલ 128મું બંધારણીય સુધારા બિલ છે. આ કાયદાને લાગુ કરવા માટે લોકસભા અને રાજ્યસભાએ આ બિલને બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરવું પડશે. આ પછી વસ્તી ગણતરી બાદ સીમાંકનની કવાયત હાથ ધરવામાં આવશે. સીમાંકનમાં, સીમાઓ લોકસભા અને વિધાનસભા મતવિસ્તારની વસ્તીના આંકડાઓના આધારે નક્કી કરવામાં આવે છે. છેલ્લું રાષ્ટ્રવ્યાપી સીમાંકન 2002 માં થયું હતું. તેનો અમલ 2008માં થયો હતો. સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના વિસર્જન પછી મહિલા અનામત અસરકારક અમલી બની શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?