મહિલાઓ નો વિરોધ
ઈરાનમાં હિજાબ કેસમાં યુવતીના મોત બાદ હંગામો મચી ગયો છે અને હવે આ મામલો બહુ આગળ વધી ગયો છે. અગાઉ હિજબ પહેરવાની ના પડતાં એક યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં ઈરાની મહિલાઓમાં ભારે રોષ છે. અને આનો વિરોધ કરતાં મહિલાઓ હિજાબ સળગાવી રહી છે અને પોતાના વાળ પણ કાપીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.
શું હતી સમગ્ર ઘટના ?
વાસ્તવમાં ઈરાનમાં 22 વર્ષની યુવતી મહેસા અમીનીએ હિજાબ પહેરવાની ના પાડી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેણીના શંકાસ્પદ મૃત્યુ બાદ, ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો અને મહિલા વિરોધીઓ રસ્તા પર ઉતરી આવી. દરમિયાન, હવે ઘણી સ્ત્રીઓએ તેમના વાળ કાપી નાખ્યા છે અને હિજાબ પણ બાળી નાખ્યો છે. આની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.
મહિલાઓ ઉગ્ર આંદોલન પર ઉતરી છે જેટલા વિડીયો વાઇરલ થાય છે તેમ દેખાય છે ઈરાનમાં તીવ્ર દેખાવો શરૂ થઈ ગયો છે.