મહિલા ધારાસભ્યો કરી શકશે વધુ વિકાસલક્ષી કામો, નિયમિત ગ્રાન્‍ટમાં રૂ.1.25 કરોડનો વધારો કરાયો


  • Published By :
  • Published Date : 2023-08-10 16:24:41

ગુજરાત સરકારે મહિલા ધારાસભ્યોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં વર્ષ 2023-24 ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાની જાહેર કરી છે. 


મહિલા MLA માળખાગત સુવિધાઓમાં આપશે વધુ યોગદાન 


CM ભૂપેન્દ્ર પટેલે આજે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દરેક મહિલા ધારાસભ્ચોને મળતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયથી મહિલા ધારાસભ્યો તેમના વિધાનસભા ક્ષેત્રમાં વધુ વિકાસલક્ષી કામોને યોગદાન આપી શકશે.


મુખ્યમંત્રીને રજૂઆત બાદ લેવાયો નિર્ણય


ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોએ  નિયમિત ગ્રાન્‍ટમાં વધારો કરવા અંગે અગાઉ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?