ગુજરાતમાં યુવતીઓના લગ્નની સરેરાશ ઉંમર હવે 21 થી 26 વર્ષ : સર્વે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:02:39

ગુજરાતમાં યુવતીઓ સામાન્ય રીતે 21 વર્ષની વયે  લગ્ન કરતી હોય છે. જો કે હવે તે વય મર્યાદા પણ વધી છે. રાજ્યમાં મહિલાઓનાં લગ્નની સરેરાશ ઉંમરને લઈને તાજેતરમાં સરકારે એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. આ સર્વે મુજબ 2010 બાદ 21 વર્ષે થતા લગ્નમાં હવે વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં પહેલા જ્યાં 18 થી 21 વર્ષની ઉંમરે લગ્ન થતા હતા ત્યાં હવે સ્થિતિ બદલાઈ છે અને મહિલાઓ 21 થી 26 વર્ષે લગ્ન કરે છે. આ સુધારો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે.


યુવતીઓ હવે  21 થી 26 વર્ષે લગ્ન કરે છે


ગુજરાતમાં પહેલાના સમયમાં કાયદાકીય રીતે માન્ય વય 18  વર્ષની હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં 18 વર્ષ થતા પહેલા દીકરીના લગ્ન કરી દેવામાં આવતા હતા. તે સમયે  માતાપિતા એવું માનતા હતા કે છોકરીઓ 18 વર્ષની થાય તે પહેલા જ તેમના લગ્ન કરી દેવા જોઈએ. કારણ કે મોટી ઉંમર થતા છોકરીઓના લગ્ન કરવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. યુવતીઓ હવે 21 વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ જ લગ્ન કરવાનું વિચારે છે.


સાક્ષરતા વધતા સમાજ જાગૃત થયો


નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગ્નની ઉંમરમાં સુધારો એ રાજ્યમાં સાક્ષરતા દરમાં સુધારો બતાવે છે. રાજ્યમાં જેમ લોકો વધુ શિક્ષિત બનશે તેમ લોકો સ્થિતિ સમજશે. આથી લોકો હવે પહેલા અભ્યાસ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પછી જ લગ્ન કરવાનું પસંદ કરવા લાગ્યા છે.


અન્ય રાજ્યોમાં યુવતીઓની લગ્નની સરેરાશ ઉંમર કેટલી છે?


સરકાર દ્વારા દેશભરમાં લગ્નની ઉંમરને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓના લગ્ન 21 વર્ષની વયે થયા હોવાનું સામે આવ્યું છે. જમ્મુકશ્મિરમાં લગ્નની સૌથી વધુ સરેરાશ ઉંમર 26 વર્ષની હતી ત્યાર બાદ પંજાબ અને દિલ્હી આવે છે જ્યાં આ ઉંમરનો રેશિયો 24 વર્ષનો હોવાનું જણાય છે. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં 21 વર્ષ કે તેથી વધુ ઉંમરે લગ્ન કરનાર મહિલાઓનું પ્રમાણ 80 ટકાથી વધુ છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુમાં 82 ટકા અને તેલંગાણામાં 80 ટકા અને કેરળમાં 72 ટકા મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરે છે. તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને યુપી જેવા રાજ્યમાં 3 ટકાથી વધુ મહિલાઓના લગ્ન 18 થી 20 વર્ષ પહેલા થયા છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?