ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે આ હકીકત કોઈનાથી અજાણી નથી. રાજ્યના દરેક ગામ અને શહેરમાં છુપી રીતે દારૂનું વેચાણ થાય જ છે. પોલીસ કેટલીક વખત બાતમીના આધારે કાર્યવાહી કરી ફરજ બજાવ્યાનું આશ્વાસન લે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે.
મહિલા PI એન.એચ. કુંભારની બહાદુરીને સલામ
ઘાયલ થવા છતાં અરવલ્લીના મોડાસા નજીક બુટલેગરને દબોચ્યા! pic.twitter.com/GqUO7t1Uk6
— Jamawat (@Jamawat3) March 19, 2023
મહિલા PIએ ઝડપી કાર
મહિલા PI એન.એચ. કુંભારની બહાદુરીને સલામ
ઘાયલ થવા છતાં અરવલ્લીના મોડાસા નજીક બુટલેગરને દબોચ્યા! pic.twitter.com/GqUO7t1Uk6
આજે રવિવારે સવારે મોડાસા સ્ટેટ હાઈવે પર શામળાજી તરફથી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા પોલીસ ઈન્સપેક્ટર એન.એચ. કુંભાર અને તેમની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસને જોઈને આરોપીએ સ્થળેથી નાસી છૂટવાની કોશિશ કરી હતી. જો કે વિજિલન્સ પોલીસે પણ ગુનેગારોને પકડવા ફિલ્મી ઢબે બુટલેગરોનો પીછો કર્યો હતો.
મહિલા PI અને પોલીસકર્મી ઘાયલ
પોલીસે જ્યારે તે કારનો પીછો કર્યો ત્યારે બુટલેગરની કાર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલા પોલીસ ઈન્સપેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અત્યારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જઈ તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.