દેશમાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોની સંખ્યા વધી રહી છે. જો કે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતું કપલ જ્યારે અલગ થાય છે ત્યારે મહિલાઓને જ ભોગવવું પડતું હોય છે. આખરે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી મહિલા તેના પાર્ટનર સામે બળાત્કારનો કેસ નોંધાવતી હોય છે. આવા જ એક કેસને લઈ અલ્લાહબાદ હાઈકોર્ટે મહત્વનો યુકાદો આપ્યો છે.
અલ્લાહબાદ હાઈકોર્ટે શું કહ્યું?
અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ અવલોકન કર્યું હતું કે લિવ-ઈન રિલેશનશીપના બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. કોર્ટે કહ્યું કે ભારતીય સમાજ મોટાભાગે આવા સંબંધોને સ્વીકારતો નથી. પોતાની પરિણીત લિવ-ઇન પાર્ટનર પર બળાત્કાર કરવાના આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ તૂટી ગયા પછી એક મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. ભારતીય સમાજ સામાન્ય રીતે આવા સંબંધોને મંજૂર કરતો નથી. કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મહિલા પાસે તેના લિવ-ઈન પાર્ટનર સામે FIR નોંધવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી જેવું કે આ કેસમાં થયું છે.