મષ્તિષ્કના જમણા સેલિબૈલમમાં અને ડોકની પાછળના ભાગમાં PICA નામની એક મહત્વપૂર્ણ ધમનીમાં ક્લૉટ્સ જોવા મળ્યા હતા.
હૈદરાબાદની એક 50 વર્ષીય મહિલાને બ્યૂટી પાર્લરમાં વાળ ધોવડાવતી વખતે સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો છે. સારવાર કરતા ડૉક્ટર્સે કહ્યું કે સેલૉનમાં મસાજ કરતી વખતે મહિલાના માથાની નસો દબાવવામાં આવી, જેને કારણે લોહીના વહેણ પર પ્રભાવ પડ્યો ડૉક્ટર્સ પ્રમાણે આ પ્રકારના સ્ટ્રૉકને `બ્યૂટી પાર્લર સ્ટ્રૉક સિંડ્રોમ`ના નામે ઓળખવામાં આવે છે.
મહિલા સારવાર માટે અપોલો હૉસ્પિટલ પહોંચી હતી. તેની સારવાર કરતા ડૉક્ટર્સનું કહેવું છે કે જ્યારે તે અમારી પાસે પહોંચી હતી ત્યારે લગભગ 24 કલાક પસાર થઈ ચૂક્યા હતા. તે ખૂબ જ કમજોર હતી અને તેની ચાલમાં પણ ફેર પડી ગયો હતો. અમને જોઈને શંકા તો થઈ હતી કે આ સ્ટ્રૉકને કારણે થયું છે. મષ્તિષ્કના જમણા સેલિબૈલમમાં અને ડોકની પાછળના ભાગમાં PICA નામની એક મહત્વપૂર્ણ ધમનીમાં ક્લૉટ્સ જોવા મળ્યા હતા. અપોલો હૉસ્પિટલના ડૉ. સુધીરે કહ્યું કે મહિલાને સ્ટ્રોક વાળ ધોતી વખતે બેસિન તરફ ડોકના હાઈપરેક્સ્ટેંશન એટલે વળવાને કારણે આવ્યો.
ન્યૂરોલૉજિસ્ટ ડૉ. પ્રવીણ કુમાર યાદા, જેમણે છેલ્લા કેટલાય વર્ષોમાં આ પ્રકારના કેસ જોયા છે અને સારવાર કરી છે. તો જાણો તેમના પ્રમાણે આ સ્ટ્રોક કેવી રીતે આવે છે. પ્રવીણ પ્રમાણે "આ ત્યારે થાય છે જ્યારે માલિશ કરનાર ડોક કે માથું જોરથી દબાવે છે, ક્યારેક ક્યારેક મસાજ દરમિયાન ક્રેકનો અવાજ પેદા કરવા માટે ડોક ફેરવવામાં આવે છે. આથી લોહીનું વહન કરનારી નસો પર પ્રભાવ પડે છે, જેને કારણે આ સ્ટ્રૉક આવી શકે છે."
"બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમ"નો પહેલો કેસ 1993માં અમેરિકામાં નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડૉક્ટર્સને આવા અનેક કેસ જોવા મળ્યા. ખાસ કરીને પુરુષોના સેલૉનમાં આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ હતી.