ચાલુ સંમેલનમાં મહિલાએ વ્યક્તિ પર કર્યો ચપ્પલ વડે હુમલો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-29 16:08:54

શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધાને ન્યાય મળે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં નવા-નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાને જલ્દી ન્યાય મળે તે માટે હિંદુ એકતા મંચે એક સંમેલન યોજાયું હતું. જે દરમિયાન એક મહિલાએ મર્ડર કેસને લઈ હોબાળો મચાવ્યો હતો. મહિલા સ્ટેજ પર ચઢી ગઈ. જ્યારે તેને નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી ત્યારે મહિલાએ ચપ્પલથી સ્ટેજ પર ઉભેલા વ્યક્તિ પર હુમલો કરી દીધો.

ચપ્પલ વડે મહિલાએ કર્યો હુમલો 

સમગ્ર દેશને શ્રદ્ધા મર્ડર કેસે હચમચાવી નાખી છે. શ્રદ્ધાના બોયફેન્ડ આફતાબે તેની બેરહેમીથી હત્યા કરી નાખી હતી. શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી અલગ અલગ સ્થળો પર ફેંકી દીધા હતા. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના છતપુર ખાતે હિંદુ એકતા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક સ્ટેજ પર મોઢુ બાંધીને એક મહિલા ચઢી ગઇ અને મારી વાત કોઈ સાંભળતું નથી એવું કહેવા લાગી. જ્યારે મહિલાને માઈકથી દૂર લઈ જવા માટે એક વ્યક્તિ તેની પાસે આવ્યો ત્યારે મહિલાએ ચપ્પલ ઉતારી તેની પીઢાઈ કરી નાખી. 

No regret even if hanged, will get Hoors in Jannat,' says Shraddha's killed  Aftab during polygraph

આફતાબનો કરાઈ રહ્યો છે પોલીગ્રાફ ટેસ્ટ

કયા કારણોસર આફતાબે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પોલીસનું માનવું છે કે ટેસ્ટને કારણે શ્રદ્ધાનો કેસ જલ્દી સોલ્વ થઈ જશે.             




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?