ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 195 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે પરંતુ બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોના નામ નથી ઘોષિત કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવનાર 24 કલાકમાં અથવા તો 48 કલાકમાં ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની 11 બેઠકોના નામ પણ જાહેર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ ચર્ચા થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.
11 લોકસભા સીટ માટે ભાજપે નથી કર્યા ઉમેદવાર જાહેર!
ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ દ્વારા 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 11 બેઠકો માટે ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જે 15 સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને તક આપવામાં આવી છે. એ પાંચમાંથી પણ બે તો રાજ્યસભાના સાંસદ છે. જે 11 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી તે માટે લોકો તુક્કા લગાવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માત્ર અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવી શકે છે. 11માંથી પાંચ બેઠકો તો એવી છે જ્યાં મહિલા સાંસદ છે.
ગુજરાતના મુખ્યમંત્રી આજે દિલ્હી જવાના છે!
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ ઉત્સુકતા વધી રહી છે કારણ કે સાંસદોને પણ પ્રશ્ન હશે કે તેમને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા ચહેરાને ઉતારવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. મુખ્યમંત્રી સાથે અનેક બીજા નેતા પણ હોઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ પોતાના ઉમેદવારની બીજી યાદી ક્યારે જાહેર કરવામાં આવે છે?