ભગવાન સૂર્યને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. ભગવાન સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સૂર્યોદય થયા પછી તીથી બદલાય છે. અનેક લોકો સવારે સૂર્યની ઉપાસના કરે છે. પૂજા માટે આપણે સવારે સૂર્ય નારાયણને જળ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉગતા સૂરજની ઉપાસના કરવાથી જીવનમાં ઉન્નતિ આવે છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે અનેક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. નિયમીત રીતે જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ભગવાન સૂર્યનારયણને પ્રસન્ન કરવા જળમાં કંકુ, અક્ષત તેમજ પુષ્પ પધરાવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ગાયત્રી મંત્રનો અથવા તો સૂર્યના 12 નામોનો જાપ કરવો જાઈએ. સૂર્યના બાર નામ આ પ્રમાણે છે. ઓમ્ મિત્રાય નમ:, ઓમ્ રવયે નમ:, ઓમ્ સૂર્યાય નમ:, ઓમ્ ભાનવે નમ:, ઓમ્ ખગાય નમ:, ઓમ્ પુષ્ણે નમ:, ઓમ્ હિરણ્યગર્ભાય નમ:, ઓમ્ મરિચે નમ:, ઓમ્ આદિત્યાય નમ:, ઓમ્ સવિત્રે નમ:, ઓમ્ અર્કાય નમ:, ઓમ્ ભાસ્કરાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ. ઉપરાંત તીર્થ સ્થાને અથવા તો નદી કિનારે આપેલા અર્ધ્યને વિશેષ માનવામાં આવે છે.
આપણા હિંદુ ધર્મમાં કોઈ જે પણ ધાર્મિક રિવાજો હોય છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. સૂર્યનારાયણ ભગવાનને જળ ચઢાવવાથી શરીરમાં વિટામીનની કમી નથી થતી. એકધારથી જળ ચઢાવવાને કારણે એકાગ્રતા પણ વધે છે. ઉપરાંત શરીરમાં રંગોનું સંતુલન પણ જળવાઈ રહે છે. આપણે જ્યારે જળ અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે સૂર્ય તરફ નહીં પરંતુ જળની ધારા પર ધ્યાન આપવાનું હોય છે. જ્યારે સૂર્યની કિરણો જળમાંથી નિકળે છે ત્યારે પાણીની ધારા Spectrum જેવું કામ કરે છે. સૂર્યની કિરણને સાત રંગોમાં વહેંચી નાખે છે અને શરીરમાં રહેલા સાત ચક્રોને ઉર્જાવાન કરે છે.