દિવાળીના સમયમાં લોકો જેમ ફરવા જાય છે તેમ પક્ષીઓ પણ સ્થાળાંતર કરતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષી નળસરોવરમાં આવી સમય કાઢતા હોય છે. નળસરોવર ખાતે આવી વિદેશી પક્ષીઓ સમય વિતાવતા હોય છે. શિયાળાની ઋતુમાં નળસરોવર ખાતે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના તેમજ વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. આ વર્ષે એવું માનવામાં આવી રહ્યું છે કે સમય કરતા પહેલા પક્ષીઓ નળસરોવર આવી શકે છે.
સમય કરતા પહેલા આવી રહ્યા છે પક્ષી
અમદાવાદના નળસરોવરમાં શિયાળાના સમય દરમિયાન ફ્લેમિંગો, પિનટેઈલ વગેરે પક્ષીઓ આવતા હોય છે. ત્યારે આ વખતે આ પક્ષીઓ હમણાંથી આવી ગયા છે. સામાન્ય રીતે આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનામાં નળસરોવર ખાતે આવતા હોય છે. અને શિયાળાની ઋતુ નળસરોવરમાં વિતાવે છે. આ વર્ષે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ છે જેને કારણે પક્ષીઓને ખાવાનું શોધવામાં તકલીફ નહીં પડે.
આ વર્ષે અંદાજીત 140 જાતના પક્ષીઓ નળસરોવર આવી શકે છે
આ વર્ષે ગુજરાતમાં સરેરાશ ઘણો સારો વરસાદ પડ્યો છે. પરંતુ નળસરોવરની જળ સપાટીમાં મોટો ફેરાફાર નથી થયો. આ વખતે પૂરતા પ્રમાણમાં પાણીનું સ્તર જોવા મળી રહ્યું છે. પાછલા અનેક વર્ષો પછી એવું બનશે કે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ હશે. આ વખતે મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળી શકે છે. આ વખતે અંદાજીત 140 જાતના પક્ષીઓ જોવા મળી શકે છે.
પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે નળસરોવર
દિવાળી સમયે પક્ષીઓનું આગમન થતા લોકો ફરવા માટે નળસરોવર પસંદ કરે છે. પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો નળસરોવરની મુલાકાત લેતા હોય છે. લોકોમાં વિદેશી પક્ષીઓને જોવાની અલગ ચાહના હોય છે. એમ પણ દિવાળીના સમયે લોકો ફરવા જવા માટે જગ્યાઓની શોધ કરતા હોય છે. ત્યારે અનેક લોકો નળસરોવરની પસંદગી કરે છે.