કોરોનાના નવા JN.1 વેરિયેન્ટથી દુનિયાભરમાં ભયનો માહોલ, સિંગાપુરમાં 56 હજાર કેસ, શું નવી લહેર આવશે?


  • Published By :
  • Published Date : 2023-12-18 15:49:24

કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 


સિંગાપુરમાં 56 હજાર કેસ


સિંગાપુરમાં તો એક સપ્તાહમાં જ 56 હજારથી વધુ નવા કેસ નોંધાયા હળકંપ મચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે તે વિકસિત થઈ રહ્યો છે અને સતત આકાર બદલી રહ્યો છે. WHOએ JN.1ને BA.2.86નો સબ વેરિયેન્ટ બતાવ્યો છે. તેના સ્પાઈક પ્રોટીનમાં માત્ર એક જ વધારાનો મ્યૂટેન છે. WHOએ કોવિડની સાથે-સાથે ઈન્ફ્લ્યુએન્ઝા અને અન્ય વાયરસની સાથે-સાથે બેક્ટેરિયાના ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. 


કોવિડ- સબ વેરિયેન્ટ JN.1ના લક્ષણો શું છે?


હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે  JN.1ના લક્ષણો પણ કોવિડ વેરિયેન્ટ્સ જેવા જ છે. આ વેરિયેન્ટ પણ ઉપરના શ્વસન તંત્રમાં મુશ્કેલી સર્જે છે. દર્દીઓને હળવો તાવ, ઉધરસ, બંધ નાક, ગળામાં ખરાશ, વહેતુ નાક, માથાનો દુખાવો અને પેટમાં ગડબડ થઈ શકે છે. જો કે  JN.1 અત્યંત સંક્રામક છે, એટલા માટે તે કોવિડનો મુખ્ય સ્ટ્રેન બની ગયો છે.


કોરોનાની નવી લહેરનો ખતરો કેટલો?


અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ(CDC)ના જણાવ્યા મુજબ જે વેક્સિન વાયરસના સ્પાઈક પ્રોટીનને ટારગેટ કરે છે, તે  JN.1 અને BA.2.86ની સામે પણ અસરકારક સાબિત થવી જોઈએ.


દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનમાં સિનિયર કન્સલ્ટન્ટ. ડો. ઉજ્જવલ પ્રકાશના જણાવ્યા પ્રમાણે ગભરાવાની જરૂર નથી,  જો કે સાવધાની જરૂરી છે.


 ડો. પ્રકાશે કહ્યું કે હજું પણ એવું કહેવું કે કોવિડની નવી લહેર આવી રહી છે  તે કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે તે કોઈ પણ અન્ય વાયરલ ઈન્ફેક્સનની જેમ પસાર થઈ શકે છે. 


જો કે તેમણે લોકોને માસ્ક સહિત અન્ય સાવધાનીઓ રાખવાની સલાહ આપી હતી. જો શરીરમાં લક્ષણ જોવા મળે તો ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?