ચોમાસાના આગમન સાથે જ વધ્યા લીલા શાકભાજીના ભાવ, ટામેટાની સાથે સાથે આ શાકોના ભાવમાં આવ્યો ઉછાળો!


  • Published By :
  • Published Date : 2023-07-04 19:05:54

ચોમાસાની સિઝન આવતાની સાથે જ ટામેટાના ભાવમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જે ટામેટા થોડા દિવસો પહેલા 20થી 30 રુપિયે કિલોના ભાવે વેચાતા હતા તે હવે 100-150 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારા થવાના અનેક કારણો છે, જેમ કે ટામેટાનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું છે. એક સમયે ટામેટાના ભાવ ન મળવાને કારણે ખેડૂતોઓ ટામેટાના પાકને ફેંકી દીધા હતા. બીજા રાજ્યોમાંથી ટામેટા મોડા આવતા ટામેટા ખરાબ થઈ જાય છે જેને કારણે તે લોકોના ઘર સુધી પહોંચી શક્તા નથી. ત્યારે ચોમાસાની સિઝનમાં ન માત્ર ટામેટાના ભાવમાં વધારો આવ્યો છે પરંતુ લીલી શાકભાજીના ભાવો પણ સતત વધી રહ્યા છે. 


હજી પણ વધી શકે છે ટામેટાના ભાવ!

મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટાના ભાવ એટલા વધી ગયા છે કે તેની આગળ પેટ્રોલ પણ સસ્તુ લાગે. હાલ બજારમાં ટામેટા 100-160 વચ્ચે વેચાઈ રહ્યા છે પરંતુ આવનાર દિવસોમાં ટામેટાના ભાવમાં વધારો થઈ શકે છે. 200 રુપિયે ટામેટા વેચાઈ શકે છે. ત્યારે ન માત્ર ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયા દરમિયાન પડેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 


આ શાકભાજીની કિંમતમાં પણ આવ્યો ઉછાળો

શાકભાજીના ભાવની વાત કરીએ તો આદુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમારે સારી ક્વોલિટીનું આદુ ખરીદવું છે તો તમારે 190-200 રુપિયા ચૂકવવા પડશે અને જો મીડિયમ ક્વોલિટીનું આદુ ખરીદવું હશે તો તમારે 150 રૂપિયા ચૂકવવા પડશે. મરચાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા મરચા જે 55-60 રુપિયાની આસપાસ મળતા હતા તે હવે 110-120 રુપિયે મળી રહ્યા છે. ત્યારે ચોમાસાને કારણે શાકભાજીના ભાવમાં આવેલા વધારે કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓછા ટામેટાથી ગૃહિણી કામ ચલાવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ભાવમાં ફરી એક વખત વધારો થઈ શકે છે તેવું હાલ દેખાઈ રહ્યું છે.       

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?