રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગમી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે જેને કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. અફઘાનિસ્તાનમાં 6 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ભારતના અનેક રાજ્યોમાં આની અસર જોવા મળશે. જેને કારણે અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ આવનાર સમયમાં થશે.
રાજ્યમાં થશે ઠંડીનો અનુભવ
હાલ લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. અફઘાનિસ્તાનમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી લહેરો આવવાની શરૂઆત થશે. જેને કારણે ગુજરાત, રાજસ્થાન તેમજ પંજાબમાં આની અસર જોવા મળશે. હિમાલયથી શિત લહેર રાજ્યમાં આવશે. જેને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. 7થી 14 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવી શકે છે.
ગગડશે તાપમાનનો પારો
આવનાર સમયમાં હિમાલય તરફ ગુજરાતમાં ઠંડો પવન આવી શકે છે. વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. વહેલી સવાર તેમજ રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા પણ થઈ શકે છે જેની અસર ગુજરાતના હવામાન પર પડશે. આવનાર સમયમાં દિવસભર ઠંડીનો અહેસાસ થશે.