કોરોના કેસ વધતા ઈસુદાન ગઢવીએ યોગ્ય વ્યવસ્થા કરવા સરકારને રજૂઆત કરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-25 13:20:09

કોરોનાની દહેશત સમગ્ર વિશ્વમાં ફરી એક વખત ફેલાઈ રહી છે. કોરોનાએ અનેક લોકોનો જીવ લીધો છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. ફરી એક વખત કોરોના ન વકરે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આપના કાર્યકર્તાઓ સાથે ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  

ઈસુદાન ગઢવીએ આરોગ્યતંત્રની તૈયારીનું કર્યું નિરીક્ષણ

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાથી લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ સતર્ક થઈ છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થઈ રહી છે. કોરોનાની દહેશત વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 


પૂરતી વ્યવસ્થા ઉભી કરવા સરકારને અપીલ કરી 

હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી હતા. ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને પૂરતી વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. સ્ટાફની ભરતી વહેલી તકે કરવા અપીલ કરી હતી. જરૂરી સાધનો ઉપલબ્ઘ કરાવા પણ સરકારને અપીલ કરી હતી.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...