હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે ઠંડી લાગે છે પરંતુ બપોરના સમયે ગરમી થતી હોય છે જેને કારણે પંખો કરવો પડે છે. એવી આગાહી કરવામાં આવી હતી કે 15 તારીખ બાદ ગરમીનો અહેસાસ થશે પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે ઠંડીનો અહેસાસ થશે. આગામી દિવસો દરમિયાન તાપમાન ઘટી શકે છે અને ફરીથી એક વખત ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ દ્વારા આગહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો ગગડશે. આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા,
આગામી દિવસોમાં તાપમાનમાં નહીં આવે વધારે મોટો ફેરફાર
ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં બપોરના સમયે એટલી ગરમી પડે છે કે પંખો કરવો પડે છે. બપોરના સમયે તડકો હોય છે પરંતુ સવારે તેમજ રાતના સમયે ઠંડો પવન ફૂંકાતો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે પંખો કરવો પડે છે જ્યારે રાત્રીના સમયે ધાબળા ઓઢવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાન ડ્રાય રહેશે, તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે બે દિવસ બાદ તાપમાન ગગડી શકે છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
20 ડિગ્રીથી ઓછું તાપમાન રાજ્યના અનેક વિસ્તારોનું નોંધાયું છે. જો નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જે પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થયો હતો તે જોતા લાગે છે કે આ વખતનો ઉનાળો આકરો રહી શકે છે. આ વખતની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.