ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે
અને રિસામણા મનામણાંની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો એક બાદ એક પોતાના ઉમેદવારોને
મેદાનમાં ઉતારી રહ્યા છે જેમાં આમઆદમી પાર્ટીએ ઉમેદવારોની 15 મી યાદી જાહેર કરી છે
જેમાં આમઆદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સિદ્ધપુર બેઠક પરથી
મહેન્દ્ર રાજપૂત, માતરમાં લાલજી પરમાર અને ઉધનામાં મહેન્દ્ર પાટિલનું નામ જાહેર કરવામાં
આવ્યું છે
માતરમાં નેતાઓનો ખેલ
માતર વિધાનસભા બેઠક પર જેમ મજાક ચાલી
રહ્યું હોય તેમ આમ આદમી પાર્ટીના ચહેરાઓ બદલાઈ રહ્યા છે પહેલા મહિપતસિહ ચૌહાણને ઉમેદવાર
બનાવ્યા પછી ભાજપમાંથી રિસાઇને આપમાં આવેલા કેસરિસિહને ઉમેદવાર બન્યા પછી કેસરી સિહે
યુ ટર્ન લીધો અને ભાજપમાં જોડાઈ ગયા હવે ફરી આમઆદમી પાર્ટી આજે એક નવો ચહેરો લઈને પોતાની
યાદી જાહેર કરે છે જેમાં માતર વિધાનસભા બેઠક પર લાલજી પરમારનું નામ જાહેર કર્યું છે.
ગુજરાત વિધાનસભા ચુંટણીમાં રસાકસીનો માહોલ જામ્યો છે જેની વચ્ચે માતર વિધાનસભા બેઠક
ચર્ચામાં આવી છે અહિયાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે.