શું હવે આ તારીખે લેવાશે તલાટીની પરીક્ષા? હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-24 14:12:35

પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની ટ્વિટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા સરકાર કટિબદ્ધ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી તલાટીની પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેરાત કરવામાં આવી છે. ટ્વિટ મુજબ પરીક્ષા 23 એપ્રિલે નહીં પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે છે.


23 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

ઉલ્લેખનિય છે કે આ પહેલા એવા સમાચાર આવ્યાં હતા કે આ પરીક્ષા 23 એપ્રિલે લેવાની સંભાવના છે, પણ હસમુખ પટેલના આ ટ્વિટ બાદ એ સંભાવનાઓ હવે રહી જ નથી કે 23 એપ્રિલે આ પરીક્ષા લેવાશે, તેને બદલે હવે 30 એપ્રિલે આ તલાટીની પરીક્ષાઓ લેવાય તેવી સંપૂર્ણેપણે સંભાવના દેખાઈ રહી છે. 


આટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી 

પસંદગી મંડળ દ્વારા લેવાતી આ ક્લાસ થ્રીની પરીક્ષાઓ રાજ્યના 33 જિલ્લામાં 3437 જગ્યા પર ભરતી માટે આ પરીક્ષાઓ લેવામાં આવશે, આ પરીક્ષાઓ માટે જાન્યુઆરી 2022માં કુલ 23 લાખ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી હાલ માત્ર 17.20 લાખ જેટલા ફોર્મને જ માન્ય રખાયા છે, જ્યારે બાકીના ફોર્મને યોગ્ય લાયકતા પૂરી ન કરવાને કારણે અને એક કરતાં વધુ વખત ફોર્મ ભરવાને કારણે આ ફોર્મ્સ રદ્દ કરવામાં આવ્યાં હતા, જેથી મંડળને હાલ આ પરીક્ષા લેવા માટે કુલ 61 હજાર જેટલાં વર્ગખંડોની જરુર પડવાની છે, અને તે માટે IPS હસમુખ પટેલે કહ્યું એ મુજબ મંડળ હાલ પરીક્ષાના કેન્દ્રો ફાઈનલ કરવા માટે કામ કરી રહ્યું છે, જો એ કેન્દ્ર ફાઈનલ થઈ જશે, તે પછી આવનારા દિવસોમાં 30 એપ્રિલને જ એ પરીક્ષાની ફાઈનલ ડેટ ડિક્લેર કરવામાં આવી શકે,




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?