શું Suresh Gopi છોડી દેશે મંત્રી પદ? જાણો કેમ નથી રહેવા માંગતા મંત્રી તરીકે સુરેશ ગોપી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 15:40:02

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વારના પીએમ પદે શપથ લઈ લીધા છે . ત્યારે આ શપથ વિધિમાં તેમની સાથે કેરળના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ સુરેશ ગોપીએ પણ મંત્રી પદે શપથ લીધા હતા.  ૨૪ કલાક જેટલો સમય પણ નથી વિત્યો અને તેમણે આ મંત્રી પદનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે રાજીનામું આપવાની વાત સામે આવતા સુરેશ ગોપીએ ટ્વિટ કરી છે જેમાં તેમણે આ વાતને ખોટી ગણાવી છે.. 

ગઈકાલે મંત્રી તરીકે લીધા શપથ અને આજે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત 72 સાંસદોએ શપથ લીધા છે. તેમાંથી 30 સાંસદ કેબિનેટ મિનિસ્ટર બન્યા . પાંચ સાંસદે સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રીના શપથ લીધા. આ સાથે જ 36 સાંસદ રાજ્યકક્ષાના મંત્રી બન્યા. આ બધામાં કેરળ રાજ્યના થ્રિસુર લોકસભાના સાંસદ સુરેશ ગોપીએ પણ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા. પણ હવે તેમણે આ મંત્રી પદ છોડવાનું મન બનાવી લીધું છે. તેમણે આ મંત્રી પદ છોડતી વખતે કહ્યું છે કે , હું માત્ર મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે કામ કરવા માંગુ છું . મેં કોઈને આ મંત્રી પદ માટે વિનંતી કરી જ નથી. અને થ્રિસુરના મતદારોને પણ કોઈ વાંધો નહીં આવે. રાજીનામાની વાત સામે આવતા સુરેશ ગોપીએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ વાત ખોટી છે. તે રાજીનામું નથી આપી રહ્યા.. 




દક્ષિણના રાજ્યમાં ભાજપનો માઈલસ્ટોન

તેઓ જાણે છે કે હું સાંસદ તરીકે સારું કામ કરી શકીશ . સૌ પ્રથમ મારે મારી ફિલ્મો કોઈ પણ ભોગે પુરી કરવાની છે . એટલે હવે સુરેશ ગોપીની મંત્રી પદ છોડવાની સંભાવનાઓ વધી ગઈ છે.  વાત કરીએ સુરેશ ગોપીની તો તેઓ થ્રિસ્સુર લોકસભા પરથી ૭૪૦૦૦ ના માર્જીનથી જીતી ચુક્યા છે. દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી માટે આ ખુબ મોટો milestone છે. કેમ કે ૧૭ મી લોકસભામાં BJP પાસે કેરળના મંત્રીઓ હતા તે બધા જ રાજ્યસભામાંથી આવતા હતા . 



રાજ્યસભાના સાંસદ તરીકે લીધા હતા શપથ

સુરેશ ગોપી 65 વર્ષના છે. તેઓ મલયાલમ ફિલ્મ industryના લોકપ્રિય અભિનેતા છે. તેઓ અત્યાર સુધીમાં 250 ફિલ્મો કરી ચુક્યા છે. એપ્રિલ 2016માં તેમણે રાજ્ય સભાના સદસ્ય તરીકે શપથ લીધા હતા . આ માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા કેટેગરી ઓફ એમીનેન્ટ personalititiesમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા . આ પછી ઓક્ટોબર 2016માં સુરેશ ગોપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તેઓ કેરાલાના મૂળ કોલમ જિલ્લાના છે . આ ઉપરાંત કેરળમાં ભાજપના સ્ટાર કેમપેઈનર છે . સુરેશ ગોપીએ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ આ થ્રિસુર પરથી લડ્યા હતા . પરંતુ તે વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા અને આ બેઠક કોંગ્રેસના  TP પાર્થાપન જીત્યા હતા . ગોપી આ સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટશેર વધારવામાં પણ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો .  




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.