દરેક લોકોના દિલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ પોતાની જગ્યા બનાવી દીધી છે. દરેક ઉંમરના લોકોએ આ શોને જોવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. તારક મહેતા ઉર્ફે શેલૈષ લોઢાએ પણ શોને ખાસા ટાઈમ પહેલા અલવિદા કહી દીધું હતું. ત્યારે શોના ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે જેમાં મહેતા સાહેબ દેખાઈ રહ્યા છે. તેમની આ તસવીર સામે આવતા દર્શકોને એક આશા જાગી છે કે શૈલેષ લોઢા ફરી એક વખત શોમાં દેખાઈ શકે છે.
અનેક એક્ટરોએ છોડી દીધો છે શો
છેલ્લા અનેક વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજન પૂરૂ પાડી રહ્યું છે. પરિવાર સાથે જોઈ શકાય તવી આ સિરિયલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિરિયલના મુખ્ય પાત્રો શોને છોડી રહ્યા છે. તેમાં દયાભાભી, અંજલી મહેતા, સોઢી, મહેતા સાહેબ સહિતના કલાકારો શોને છોડી દીધો છે. શોના મેકર્સે બધા કલાકારોના રિપેસ્ટમેન્ટ શોધી કાઢ્યા છે.
શું ફરી શોમાં આવશે શૈલેષ લોઢા
શોમાં નવા અનેક પાત્રો આવ્યા છે. પરંતુ હજી સુધી દયાભાભીનું રિપેલ્સમેન્ટ નથી મળ્યું. એવું પણ માનવામાં આવતું હતું કે તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાને મેકર્સ મનાવી લેશે. પરંતુ તેમણે શોને છોડી દીધો હતો. અને તેમનું રિપેલ્સમેન્ટ શોધી કાઢવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે શૈલેષ પાછા નહીં ફરે. પરંતુ એક ફોટાને કારણે એવું ફરી એક વખત ચર્ચાઈ રહ્યું છે કે તેવો શોમાં પાછા ફરી શકે છે.