શું પ્રવીણ તોગડિયા કરશે ઘર વાપસી? Mohan Bhagwat અને પ્રવીણ તોગડિયા વચ્ચે થઈ બંધ બારણે બેઠક, શેની ચર્ચા થઈ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-15 13:47:12

રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મોહન ભાગવત અને અંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વચ્ચે મુલાકાત થઈ હતી.. મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા વચ્ચે સંઘ મુખ્યાલયમાં બંધ બારણે બેઠક થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. આ મુલાકાતને લઈ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રાજનીતિને લઈ વાતો થઈ પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી... 



મોહન ભાગવતને મળવા માટે પહોંચ્યા પ્રવીણ તોગડિયા

નાગપુર ખાતે સ્થિત આરએસએસ મુખ્યાલય 6 વર્ષ પછી પ્રવીણ તોગડિયા આરએસએસ મુખ્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી તેવી વાત પ્રવીણ તોગડિયા દ્વારા કરવામાં આવી છે.. બાંગ્લાદેશમાં હિંદુઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે વિષય પર વાત થઈ હતી.. તે સિવાય હિંદુત્વને લઈને પણ ચર્ચાઓ થઈ છે.. 


શું કહ્યું પ્રવીણ તોગડિયાએ?

પ્રવીણ તોગડિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન  જણાવ્યું હતું કે અમે અનેક વિષયો પર ચર્ચા કરી ખાસ કરીને વિદેશોમાં રહેતા હિંદુઓની પરિસ્થિતિ વિષયે.. હિંદુત્વને લઈ આરએસએસની ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી.. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ઓવેસિ સાથે મુલાકાત તો કરવાનો ન હતો, હિંદુ લીડર તરીકે હું મોહન ભાગવત સાથે જ મુલાકાત કરૂં.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને જણાવજો...  




સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..