પઠાણને કારણે શાહરૂખ ખાન હાલ ચર્ચામાં છે. 2023માં દિપીકા પાદુકોણ, શાહરૂખ ખાન સહિતના કલાકારો ફિલ્મમાં જોવા મળવાના છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુશાંતસિંહને યાદ કરી ફેન્સ આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. ટ્વિટર પર બોયકોટ પઠાણ ટ્વિટ ટ્રેન્ડીંગ જોવા મળી રહ્યું છે.
ટ્વિટર પર ચાલતો બોયકોટ પઠાણ ટ્રેન્ડ
શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણને લઈ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. થોડા સમય પહેલા જ પઠાણ ફિલ્મનું બેશરમ સોન્ગ લોન્ચ થયું હતું. આ સોન્ગની દર્શકો ટીકા કરી રહ્યા છે. સોન્ગ રિલીઝ થયું એ બાદ બધે આ સોન્ગમાં દિપીકા અને શાહરૂખને જોઈ લોકો ટીકા કરી રહ્યા છે. આ સોન્ગને લઈ અનેક લોકો પઠાણને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે.
દીપિકાના ડ્રેસને લઈને પણ છેડોયો વિવાદ
આ સોન્ગને લઈ ટીકાઓ કરવામાં આવી રહી છે. અનેક યુઝર્સ શાહરૂખના જૂના વીડિયો વાયરલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક યુઝર્સ કહે છે કે આમીર ખાનને જે રીતે સબક શીખવ્યો હતો તે પ્રમાણે શાહરૂખ ખાનને પણ સબક શીખવવો પડશે. ઉપરાંત બેશરમ સોન્ગમાં દીપિકાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેને લઈને પણ વિવાદ છેડાયો છે.